Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

કાલે પંચાયતની સામાન્ય સભાઃ સભ્યોને દોઢ માસ માટે વધુ ૧પ-૧પ લાખની ગ્રાન્ટ

નિલેષ વિરાણીના કાર્યકાળની છેલ્લી બજેટ બેઠક

રાજકોટ, તા. ૧૪ : જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આવતીકાલે તા. ૧પમીએ સવારે ૧૧:૩૦ વાગ્યે પંચાયત પ્રમુખ નિલેષ વિરાણીની અધ્યક્ષતામાં મળશે. પ્રમુખની અઢી વર્ષની મુદ્દત જુનામાં પૂરી થઇ રહી છે તેથી આવતીકાલની સામાન્ય સભા તેમના કાર્યકાળની બજેટ માટેની છેલ્લી સામાન્ય સભા બની રહેશે.

કાલની સામાન્ય સભામાં કારોબારીએ મંજુર કરેલ રીવાઇઝડ બજેટ અને નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે. પંચાયતના ચૂંટાયેલા ૩૬ સભ્યોને ચાલુ નાણાકીય વર્ષમાં સભ્ય દિઠ ૧૭ લાખની વિકાસ કામો માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. હાલ બાકી રહેલા દોઢ મહિના (૩૧ માર્ચ ૧૮) સુધીમાં ઉપયોગ કરવા માટે વધુ રૂ. પંદર-પંદર લાખની ગ્રાન્ટ ફાળવવાનું નક્કી થયું છે.

આ અંગે આવતીકાલની બોર્ડ બેઠકમાં ઠરાવ થવાની શકયતા છે. ખાસ સામાન્ય સભા હોવાથી પ્રશ્નોતરી રહેશે નહિ.

(3:46 pm IST)