Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાંગ પીધા બાદ પ્રજાપતિ યુવાન સુમિત ઘેડીયાની તબિયત બગડી

રાજકોટ તા. ૧૪: માધાપર ચોકડી પાસે બેકબોન ટેનામેન્ટ એ-૧૦૩માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં સુમિત કેશવજીભાઇ ઘેડીયા (ઉ.૨૭) નામના પ્રજાપતિ યુવાને શિવરાત્રી નિમીતે કોઇ જગ્યાએ સાંજે ભાંગ પીધા બાદ ઘરે પહોંચતા તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.

(12:34 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST