Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ઓલ ઈન્‍ડિયા કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ એસો.ના ઉપપ્રમુખપદે રાજકોટના મયુરસિંહ જાડેજાની નિમણુંક

રાજકોટ, તા. ૧૫ : સમગ્ર ભારતના સાડા પાંચ લાખ દવાના વેપારીઓના સંગઠન ઓલ ઈન્‍ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખપદે કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ શ્રી મયુરહિં જાડેજાની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ એઆઈઓસીડીની વેબ મીટીંગમાં પ્રમુખ શ્રી જગન્‍નાથ શિંદે દ્વારા મયુરસિંહ જાડેજાની એઆઈઓસીડીના વેસ્‍ટ ઝોનના ઉપપ્રમુખ તરીકે આ જાહેરાત કરવામાં આવી હોવાનું કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટના મંત્રી શ્રી અનિમેષભાઈ દેસાઈએ ‘અકિલા'ને જણાવ્‍યુ હતું. મયુરસિંહ જાડેજા (મો.૯૭૨૩૭ ૦૦૦૦૭) હાલમાં સૌરાષ્‍ટ્ર - કચ્‍છ કેમીસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ એસો.ના પ્રમુખ તથા ગુજરાત રાજય કેમીસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ ફેડરેશનના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે. ગુજરાત ફેડરેશનના પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ તથા માનદમંત્રી શ્રી કિરીટભાઈ પલાણ સહિતના હોદ્દેદારોએ મયુરસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્‍યા છે.

 

(4:37 pm IST)