Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પતંગ ચગાવવા રેસકોર્ષ મેદાનનો પણ લાભ ઉઠાવાયો : મોડી સાંજ સુધી કીકીયારીઓથી મેદાન ગાજતુ રહ્યુ

રાજકોટ : કોરોનાના કારણે ધાબા- અગાસીઓ પર મર્યાદીત લોકોને જ પતંગ ચગાવવાની છુટ હતી. ત્‍યારે ધાબે જગ્‍યા ન મળતા અથવા તો અન્‍ય કોઇ કારણો સર ઘણા લોકો રેસકોર્ષ મેદાનમાં પણ ઉમટી પડયા હતા. ખુલ્લા મેદાનમાં હરીયાળી વચ્‍ચે લોકોએ પતંગ ચગાવવાનો આનંદ મોડે સુધી લુંટયો હતો. જાણે આખો દિવસ મેદાનમાં જ રહેવાનુ હોય તેવી તૈયારી સાથે નાસ્‍તા-પાણી અને ભોજન લઇને અનેક પરિવારો રેસકોર્ષ મેદાનમાં પહોંચી ગયા હતા. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(3:02 pm IST)