Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પતંગબાજો વચ્‍ચે આકાશમાં જામ્‍યુ રંગબેરંગી યુદ્ધ

પવને પણ સાથ આપતા પતંગબાજોને મજા મજા પડી ગઈ : એ કાયપો છે...ના અવાજ દિવસભર ગુંજ્‍યા : વિજયભાઇ રૂપાણી - અશોકભાઈ ડાંગર - લોકગાયક દેવાયત ખવડ સહિતના દિગ્‍ગજોએ પણ પતંગ ઉડાડી પર્વની ઉજવણી કરી

રાજકોટ : ગઈકાલે મકરસંક્રાંતિએ પતંગપ્રેમીઓએ મોજથી પતંગ ઉડાડી હતી. નાના બાળકોથી માંડી મોટેરાઓ વ્‍હેલી સવારથી જ અગાસી - ધાબાઓ ઉપર ચડી ગયા હતા અને પતંગ ઉડાડવાની મજા માણી હતી. પવન દેવતાએ પણ સાથ આપતા પતંગપ્રેમીઓએ મોજથી પતંગ ઉડાડી હતી. અગાસી - ધાબાઓ ઉપરથી એ કાયપો છે... જેવા અવાજો સંભળાતા હતા. ગઈકાલે પણ ઠંડીનું પ્રમાણ પણ એવું જ હતું. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય લોકોએ માસ્‍ક સહિતના નિયમોનું પણ પાલન કર્યુ હતું. પતંગ ઉડાડવાની સાથે લોકોએ જીંજરા, ચીકી, મમરાના લાડુ, શેરડી સહિતની જીયાફત માણી હતી.  તો આ તકે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે તેમના ધર્મપત્‍નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી તેમજ કોંગ્રેસના દિગ્‍ગજ નેતા શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી મહેશભાઈ રાજપૂત સહિતના નેતાઓએ તેમના પરિવારજનો સાથે પતંગ ઉડાડી પર્વની ઉજવણી કરી હતી. તસ્‍વીરમાં સાગર મોટર્સના બીપીનભાઈ રૂઘાણી, સાગર રૂઘાણી સહિતના પરિવારજનો તેમજ લોકગાયક દેવાયત ખવડ પણ પતંગ ઉડાડતા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:01 pm IST)