Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સિવિલ હોસ્પિટલના ૮ ડોક્ટર સહિત ૧૩ને કોરોનાઃ તમામ હોમ આઇસોલેટ

રાજકોટ તા. ૧૫: કોરોનાના રોજબરોજ વધી રહેલ કેસ વચ્ચે શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના તબિબો અને બીજા કર્મચારીઓ પણ સંક્રમિત થઇ રહ્ના હોઇ ચિંતા જન્મી છે. અગાઉ આઠ જેટલા કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. ઍ પછી આજના દિવસે આઠ ડોક્ટર અને બીજા કર્મચારીઓ મળી કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૩ સુધી પહોîચી ગયો છે. જા કે આ તમામ હોમ આઇસોલેટ રહીને સારવાર લઇ રહ્ના છે અને કોઇની પણ હાલત ગંભીર નથી.
જાણવા મળ્યા મુજબ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબિબો અને બીજા કર્મચારીઓ રોજબરોજ સતત બહારથી આવતાં દર્દીઅો અને તેમના સગાઅોના સંપર્કમાં આવતાં રહેતાં હોય છે. તબિબો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તો પણ કોરોનાથી સંક્રમિત થઇ જતાં હોય છે. કોરોના કાળમાં અગાઉ પણ અનેક તબિબો અને નસિ*ગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા હતાં. તેઓ સારવાર લઇ સાજા થઇ ફરી ફરજમાં સામેલ થઇ ગયા હતાં.
ત્રીજી લહેર ધીમે ધીમે આગળ વધી છે ત્યારે સિવિલના તબિબો અને બીજા સ્ટાફ દ્વારા વેક્સીનનો બૂસ્ટર ડોઝ લેવાનું પણ શરૂ થઇ ગયું છે. આ વચ્ચે વધુ કેટલાક તબિબોને કોરોના હોવાના રિપોર્ટ આવ્યા છે. કુલ તેરને કોરોના છે તેમાંથી આઠ તબિબો છે. આ તબિબો ટીબી વિભાગ અને સાયકીયાટ્રીક વિભાગના અને ઍક રેસિડેન્ટ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય દસમાં નસિ*ગ સ્ટાફ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામ હોમ આઇસોલેશનમાં છે. બે કર્મચારી સારવાર હેઠળ છે. તબિબી અધિકક્ષ આર. ઍસ. ત્રિવેદીઍ જણાવ્યા મુજબ ૧૩ને કોરોના લાગુ પડ્યો છે.

 

(3:00 pm IST)