Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજકોટ ૯.૭: સતત છઠ્ઠા દિવસે ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં

શહેરમાં કાતિલ ઠંડીના કહેરથી જનજીવન બન્‍યું અસ્‍તવ્‍યસ્‍તઃ આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે?

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર- કચ્‍છ- ગુજરાતભરમાં ઠંડીનો કહેર જારી છે. છેલ્લા એક સપ્‍તાહ કરતાં વધુ સમયથી લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહયા છે. તો રાજકોટ શહેરમાં પણ સુસવાટા મારતા ઠંડા પવન વચ્‍ચે નગરજનો ઠુઠવાઈ રહયા છે. આજે સતત છઠ્ઠા દિવસે પારો સિંગલ ડીજીટમાં નોંધાયેલ છે. આજે ન્‍યુનતમ તાપમાન ૯.૭ ડીગ્રી નોંધાયું છે.
હાલ રાજકોટ શહેરમાં નોર્મલ ન્‍યુનતમ તાપમાન ૧૩ ડીગ્રી ગણાય. આમ છેલ્લા એક સપ્‍તાહથી વધુ સમયથી ન્‍યુનતમ તાપમાન નોર્મલથી ત્રણ થી ચાર ડીગ્રી નીચુ જોવા મળી રહયું છે.
દરમિયાન ગઈકાલે ૧૪મીના મકરસંક્રાંતિના દિવસે ઠંડીનો પારો ૯ ડીગ્રી નોંધાયો હતો. કડકડતી ઠંડીમાં પણ પતંગપ્રેમીઓ સવારથી અગાસીઓ ધાબા ઉપર ચડી ગયા હતા અને પતંગ ઉડાડવાની મજા માણી હતી. ખાસ કરીને બાળકો અને યુવાધને પતંગ ઉડાડી આ પર્વની ઉજવણી કરી હતી. શહેરીજનો છેલ્લા કેટલાક દિવસોથી શ્વેટર, જાકીટ સહિતના ગરમ વષાોમાં જ જોવા મળે છે. બર્ફીલા પવન ફૂંકાઈ રહયા હોય ઠંડીની અસર વધુ જોવા મળે છે. તાપણાની સાથે ગરમપીણાનો સહારો લોકો ઠંડીથી બચવા કરી રહયા છે. હવામાન શાષાીઓના જણાવ્‍યા મુજબ આવતીકાલથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો આવી જશે.
રાજકોટનું છ દિવસનું ન્‍યુનતમ તાપમાન
તા.૧૦    -    ૯.૭
તા.૧૧    -    ૯.૨
તા.૧૨    -    ૯.૦
તા.૧૩    -    ૮.૫
તા.૧૪    -    ૯.૦
તા.૧૫    -    ૯.૭

 

(2:00 pm IST)