Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

કુવાડવા પોલીસના દારૂના બે દરોડાઃ કાર અને બાઇકમાં ૨૪ બોટલો સાથે ત્રણ પકડાયા

શાપરના વિજય અને ગિરીશને રમની સાથે અને બેડીના હાર્દિકને વ્‍હીસ્‍કીની બોટલો સાથે પકડી લેવાયોઃ કુલ ૨,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો

રાજકોટ તા. ૧૫: દારૂના બે દરોડામાં કુવાડવા રોડ પોલીસે ત્રણ શખ્‍સોને વ્‍હીસ્‍કી, રમની બોટલો સાથે પકડી વાહનો મળી કુલ રૂા. ૨,૯૦,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે. માલિયાસણ ભારત ગેસથી ભીચરી જવાના રસ્‍તા પર જીજે૦૩એલડી-૦૮૭૧ નંબરની ઇકો કારને આંતરી તલાસી લેતાં અંદરથી રૂા. ૬૦૦૦ની રમની ૧૨ બોટલ મળતાં તે તથા કાર મળી રૂા. ૨,૫૬,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી બે શખ્‍સો વિજય મોતીભાઇ ડાભી (ઉ.૩૨-રહે. શાપર વેરાવળ સર્વોદય સોસાયટી) અને ગિરીશ લાલજીભાઇ રાઠોડ (ઉ.૩૯-રહે. શાપર વેરાવળ સર્વોદય સોસાયટી)ની ધરપકડ કરી હતી.
બીજા દરોડામાં બેડી ગામે આરોગ્‍ય કેન્‍દ્ર સામે ભીડભંજન હનુમાનજીના મંદિર નજીક રહેતાં હાર્દિક ઉર્ફ હદુ જગદીશભાઇ ચોૈહાણ (ઉ.૨૦)ને રૂા. ૪૮૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લઇ જીજે૦૩એચજી-૧૪૧૭ નંબરનું ૩૦ હજારનું બાઇક પણ કબ્‍જે લીધુ હતું. આ બંને કામગીરી ડીસીપી મનોરહસિંહ જાડેજા, એસીપી એસ. આર. ટંડેલની સુચના હેઠળ કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ એન.આર. વાણીયા, એએસઆઇ હિતુભા ઝાલા, પી.આર. મકવાણા, હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ જાડેજા, દેવેન્‍દ્રસિંહ જાડેજા, રઘુવીર ગઢવી સહિતે કરી હતી.

 

(1:12 pm IST)