Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજકોટ : લાડકી દિકરી અંબા આજે ઇટલી જશે: કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી તેમજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની હાજરીમાં ઇટલીના દંપતિ ને બાળકી સોંપાશે

રાજકોટ : લાડકી દિકરી અંબા આજે ઇટલી જશે,કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી તેમજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની હાજરીમાં ઇટલીના દંપતિ ને બાળકી સોંપાશે    અત્રે ઉલ્લેખનીય છે કે સવા વર્ષ પૂર્વે રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે જનેતાએ તરછોડાયેલી દીકરી 'અંબા' લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી 'અંબા'ને નવજીવન મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ વિશ્ર્વભરમાંથી આ લાડકવાયી દીકરી માટે ઇશ્ર્વર સમક્ષ પ્રાર્થના થતી હતી અને તેને બચાવવાના ખર્ચ માટે સહાયનો ધોધ પણ વહ્યો હતો. મહિનાઓની લાંબી સારવાર બાદ ને બચાવી લેવાઇ હતી. ત્રણ મહિનાની અંબાને કાઠીયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી.

(12:13 pm IST)