Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

નવલનગરમાં શિક્ષક નારણભાઇ વીરડાના બંધ મકાનમાં ભીષણ આગ

મકરસંક્રાતિની ઉજવણી કરવા શિક્ષક પરિવાર પોતાના વતન વાડોદર ગામે ગયો’તો : ઘુમાડો નીકળતા જોઇ પાડોશીએ ફાયરબ્રિગેડને જાણ કરી : રસોડાનો સામાન, ટીવી ફ્રીઝ ગાદલા, એસી બળીને ખાક થઇ ગયા

રાજકોટ : મવડી રોડ પર નવલનગરમાં રહેતા શિક્ષકના બંધ મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી ઘુડારો નીકળતો જોઇ પાડોશીએ જાણ કરતા ફાયરબ્રીગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ મવડી રોડ પર નવલનગર શેરી નં. ૯ માં રહેતા અને અમરનગરમાં બહુચર વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નારણભાઇ રાયમલભાઇ વીરડા આજે મકરસંક્રાંતીના તહેવાર નિમિત્તે ઉજવણી કરવા માટે પત્‍ની અને પુત્ર સાથે ઘરને તાળુ મારી પોતાના વતન ધોરાજીના વાડોદરા ગામે ગયા હતા. ત્‍યારબાદ આશરે સવા પાંચેક વાગ્‍યે તેના ઘરમાંથી ઘુમાડાના ગોટેગોટા નિકળતા જોઇ બાજુમાં અગાશી પર પતંગ ઉડાળી રહેતા સંદિપભાઇ ડાંગરે ધુમારડો નીકળતા જોઇ તાકીદે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને પાડોશીએ મકાન માલીક નારણભાઇને જાણ કરી હતી. બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આગ રસોડામાં અને તેની બાજુના રૂમમાં લાગી હતી આગમાં રસોડાની તમામ ચીજવસ્‍તુઓ સહિતનો સામાન તથા રૂમમાં ટીવી, ગાદલા, એસી અને ફ્રીઝ બળીને ખાક થઇ ગયા હતા. આગ ફીસમાં શોટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(12:05 pm IST)