Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

આંબેડકરનગરમાં રૂ. ૯૦૦ ની ઉઘરાણી બાબતે હિરેન ચંદ્રપાલને છરી ઝીંકાઇ

પુનીતનગરના ભાવેશ ઉર્ફે સુલતાન સહિત બે સામે ગુનો

રાજકોટ તા. ૧પ : ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રૂ.૯૦૦ ની ઉઘરાણી બાબતે યુવાન પર બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આંબેડકરનગર શેરી નં. ૧ (ઇ) માં રહેતો આર્યન ખીમજીભાઇ પરમાર (ઉ.ર૬) એ માલવીયા નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે મજુરી કામ કરે છે. અને હિરેનભાઇ શામજીભાઇ ચંદ્રપાલ પોતાના સગાસાઢુ થાય છે રાત્રે પોતે પોતાના સાળા દીલીપ મનુભાઇ ચૌહાણ બંને ગોકુલનગર શેરી નં. ૪/૬ ના ખુણો ઉભા હતા.ત્યારે પોતાના સાઢુ હિરેનભાઇ ચંદ્રપાલે મકરસંક્રાંતી ઉજવવા માટે આવેલા હોઇ, તેની સાથે ઉભા હતા ત્યારે પુનીતનગરમાં રહેતો ભાવેશ ઉર્ફે સુલતનટેણી રવજીભાઇ સરવૈયા તથા એક અજાણ્યો શખ્સ બાઇક પર આવ્યા હતા અને સાઢુ હિરેનભાઇને કહેવા લાગેલ કે, 'તુ મારી પાસેથી રૂ.૯૦૦ લઇ ગયેલ છે તે લાવ તેમ કહી ગાળો દેવા લાગેલ અને હિરેનભાઇને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને બંનેએ છરી કાઢી હિરેનને ડાબા પગના સાથળના ભાગે ઝીંકી દીધેલ અને પેટના ભાગે મારવા જતા દીલીપ વચ્ચે પડતા તેને ડાબા હાથમાં ઇજા થઇ હતી. બાદ દેકારો બોલતા બંને શખ્સો બાઇક પર ભાગી ગયા હતા બાદ હિરેનભાઇને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.જાદવે તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)
  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST