Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા શની-રવી ઉમેદવારોની સેન્સ

પ્રદેશ નિરિક્ષકો નરેશભાઇ રાવલ, અમિબેન યાજ્ઞિક, શૈલેષ પરમાર સમક્ષ દાવેદારો માંગશે ટિકીટઃ શનિવારે વોર્ડ નં. ૧ થી ૯ અને રવિવારે વોર્ડ નં. ૧૧ થી ૧૮ માટે કાર્યવાહીઃ શહેર પ્રમુખ અશોક ડાંગરની જાહેરાત

રાજકોટ તા. ૧પ :.. મ.ન.પા.ની ચૂંટણી હવે ૧ મહીનામાં જ યોજાનાર છે ત્યારે શહેર કોંગ્રેસે ચૂંટણી લડવાની તૈયારી જોર-શોરથી શરૂ કરી દીધી છે. જેનાં ભાગરૂપે ૧ થી ૧૮ વોર્ડ નં. ઉમેદવારોની પસંદગી માટે આવતીકાલે તા. ૧૬ ને શનિવારે ત્થા તા. ૧૭ ને રવિવારે સેન્સ  પ્રક્રિયા હાથ ધરાશે.

આ અંગે શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરનાં જણાવ્યા મુજબ શનીવારે વોર્ડ નં. ૧ થી ૯ અને રવિવારે વોર્ડ નં. ૧ થી ૧૮ નાં દાવેદારો માટે સવારે ૧૦ વાગ્યાથી પ્રદેશ નિરીક્ષકો નરેશભાઇ રાવલ, અમીબેન યાજ્ઞિક અને શૈલેષ પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ થશે.

ઢેબર કોલોની, રેલ્વે ફાટક પાસે આવેલ. કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે સવારે ૧૦ વાગ્યે વોર્ડ નં. ૧ અને ત્યારબાદ ૧-૧  કલાકનાં અંતરે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૯ વોર્ડ ના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા થશે.

જયારે તા. ૧૭ ને રવિવારે ૧૦ વાગ્યે વોર્ડ નં. ૧૧ અને ત્યારબાદ ૧-૧ કલાકનાં અંતરે સાંજે ૬ વાગ્યા સુધીમાં વોર્ડ નં. ૧૮ સુધીના તમામ વોર્ડનાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા થશે.

(4:30 pm IST)