Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજકોટ અને પોરબંદરની વાહન ચોરીના ગુનામાં સામેલ સંતોષ ઉર્ફે ગોપાલને પાસા

રાજકોટ તા. ૧પઃ શહેરના ભકિતનગર, તાલુકા અને આજીડેમ તેમજ પોરબંદરમાં વાહન ચોરીના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના ભકિતનગર, આજીડેમ અને તાલુકા પોલીસ મથકના તેમજ પોરબંદરમાં વાહન ચોરીના અનેક ગુનામાં સામેલ સંતોષ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ પાલા (ઉ.વ. ર૧) (રહે. કોઠારિયા મેઇન રોડ હુડકો કવાર્ટર બ્લોક નં. સી-કવાર્ટર નં. ર૦૧) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઇ આર. વાય. રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ, ઇન્દ્રજીતસિંહ, તથા રાહુલગીરી સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે. ડી. ઝાલા, પી.એસ.આઇ. જે. બી. પટેલ, હેડ કોન્સ. નિલેશભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દીવ્યરાજસિંહ, રણજીતસિંહ તથા હોમગાર્ડ હાર્દીકભાઇ સહિતે સંતોષ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ પાલા (ઉ.વ. ર૧) (રહે. કોઠારિયા મેઇન રોડ હુડકો કવાર્ટર) ને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(3:23 pm IST)