Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રાજકોટ બસ સ્ટેશનમાં પીએસઆઈ ચાવડાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા મુસાફર હિમાંશુ ગોહેલનું મોતઃ લોકોના ટોળા ઉમટી પડ્યા

રાજકોટ બસ સ્ટેશનમાં આજે સાંજે પીએસઆઈ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા નિર્દોષ મુસાફર હિમાંશુભાઈ ગોહેલનું મૃત્યુ થયાનું જાણવા મળે છે : લોકોના ટોળા ઉમટી પડ્યા છે : આ લખાય છે ત્યારે ડીસીપી, એસીપી સહિતના પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર દોડી ગયા છે : શહેર આખામાં આ બનાવની ભારે ચર્ચા ચાલી રહી છે : હાલ તુરંત એવી વાત બહાર આવી રહી છે કે બસ સ્ટેશન ચોકીમાં પીએસઆઈ પોતાની સર્વિસ રિવોલ્વરનું નવું કવર ચડાવતા હોય તે વખતે અકસ્માતે ગોળી છૂટતા આ કરૂણ ઘટના બની છે : જો કે વધુ વિગતો આ સમગ્ર કેસની તપાસ બાદ બહાર આવશે : મૃતક હિમાંશુભાઈ પાસેથી આધાર કાર્ડ સહિતના ઓળખકાર્ડો મળી આવેલ : જેના પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે : ઘટનાની જાણ થતા ૧૦૮ના નિલેશભાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

(6:39 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST