Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અંબિકા પાર્ક પરિવાર દ્વારા વાંકાનેરની અંધ- અપંગ ગૌ- શાળા માટે ૨.૯૦ લાખનું દાન એકત્ર

રાજકોટ,તા.૧૫: શહેરના અંબિકા પાર્ક, રૈયા રોડ ખાતે દરવર્ષ મુજબ મકરસંક્રાંતના પાવન પર્વે વાંકાનેરની અંધ- અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ માટે દાન એકત્ર કરવાની પરંપરામાં આ વર્ષે રૂ.૨,૯૦,૫૩૨નું દાન એકત્ર કરવામાં આવેલ.

સમગ્ર આયોજન અંબિકા પાર્કના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ રમેશભાઈ વિરમગામા, સેક્રેટરી પ્રતાપભાઈ વોરા, કો- સેક્રેટરી ધામેલીયાભાઈ તથા કોષાધ્યક્ષ યશવંતભાઈ ભટ્ટની રાહબરી હેઠળ કરાયેલ. જેમાં અંબિકા પાર્કના સભ્યો સર્વેશ્રી દિનેશભાઈ ધમસાણીયા, ઘેટીયાભાઈ, દામોદરભાઈ પટેલ, છગન બાપા, નરેશભાઈ ડોડીયા, લલીતભાઈ મહેતા, ભુપતસિંહ તુવરા, ગોપાલભાઈ, પ્રકાશભાઈ ચાવડા, રાકેશ હીંગળાજીયા, રમેશભાઈ દોશી, અજીતભાઈ કુરીયા, જેન્તીભાઈ વસોયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(4:11 pm IST)