Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ફિલ્મ 'બાબુભાઇ સેન્ટીમેટલ' માલધારી સમાજના યુવાન ઉપર બનેલી એક રીઅલ સ્ટોરીઃ એકશન ફિલ્મ

માલધારી યુવાન પોતાના અને સમાજના હકક માટે લડે છેઃ નક્ષ રાજ આજની નારી તારનારી છે, તો મારનારી પણ છેઃ શિવાની જોષી શુક્રવારે ગુજરાત-મુંબઇમાં રીલીઝ

રાજકોટઃ તા.૧૫, દર્શકોને ગમે તેવી મારધાડવાળી એકશન ફિલ્મ '' બાબુભાઇ સેન્ટીમેન્ટલ'' આવી રહી છે. આ ફિલ્મ માલધારી સમાજના એક યુવાન ઉપર બનેલી છે અને રીઅલ સ્ટોરી છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા નક્ષ રાજ અને શિવાની જોષી સાથે માલધારી સમાજના આગેવાનો ''અકિલા '' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. અકિલા લાઇવ ન્યુઝમાં પણ પોતાના ફિલ્મ વિશેની વાતો શેર કરી હતી.

આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા એવા નક્ષ રાજે કહ્યુ હતુ કે આ ફિલ્મ એક માલધારી યુવાન ઉપર બનેલી છે અને રિયલ સ્ટોરી છે. જે પોતાના અને સમાજના હકકની લડાઇ લડતો જોવા મળે છે. એકશનથી ભરપુર ફિલ્મ છેે. સાઉથની ફિલ્મોમાં જેવા એકશન સીન હોય તેવા જ સીન આ ફિલ્મમાં કરાયા છે.

અભિનેત્રી શિવાની જોશીએ જણાવેલ કે આ ફિલ્મ ૧૭મીના શુક્રવારે ગુજરાત અને મુંબઇમાં રીલીઝ થવાની છે. તેઓએ જણાવેલ કે આ ફિલ્મની વાર્તામાં  એક યુવાન સમાજને સુધારા કરવા માટે નીકળી પડયો છે. આજની નારી તારનારી છે તો મારનારી પણ છે એમ જણાવેલ. આ ફિલ્મ ૧૭મીના શુક્રવારે ગુજરાત અને મુંબઇમાં રીલીઝ થશે.

ફિલ્મમાં કુલ ૪ ગીતો છે જે ઓસમાણ મીર, રાજા હસન, રામન અને દિપાલીએ ગાયા છે ફિલ્મના ડાયરેકટર મિલન શર્મા  છે જે મુળ હરીયાણાના છે નિર્માતા નિધિ મોરી અને વિના શર્મા જયારે અમિત પટેલ છે આ ફિલ્મનું શુટીંગ વડોદરા અને આણંદમાં થયુ  છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુજરાતી અપકમીંગ ફિલ્મ 'બાબુભાઇ સેન્ટીમેન્ટલ' ના કલાકારો નક્ષ રાજ સાથે અભિનેત્રી શિવાની જોષી તેમજ મનોજ રાઠોડ (પ્રદેશ કોંગ્રેસ પૂર્વ મંત્રી, પ્રમુખ લોધીકા તાલુકા પંચાયત), જીતુભાઇ કાટોળીયા, કાનાભાઇ ચૌહાણ, ભરતભાઇ મકવાણા, રાજનભાઇ સીંઘવ, બીજલભાઇ ટારીયા, નાગજીભાઇ વરૂ, નારણભાઇ બોળીયા, રઘુભાઇ બોળીયા, સેલાભાઇ અભાડ અને જયંતભાઇ ઠાકર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:10 pm IST)