Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ફલાવર શોમાં હરિયાળા રાજકોટ સહિતની થીમઃ પોલ પર આકર્ષક લાઇટીંગ બાળકોની માનવ સાંકળ

રાજકોટઃતા. ૨૪ના રોજ રેસકોર્સ રિંગ રોડ પરના તમામ ૮૫ લાઈટીંગ પોલ પર વિશિષ્ટ પ્રકારની મોટી લાઈટીંગથી ડેકોરેશન કરવામાં આવશે. આ પોલ પર આ લાઈટીંગ પરમેનન્ટ રહેશે. આ ખાસ લાઈટનું ઉદદ્યાટન રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. તા.૨૪ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાન ખાતે જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. તા.૨૪ના રોજ રેસકોર્સ ગાર્ડન ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી 'ફ્લાવર ર્શો નું આયોજન કરવામાં આવશે. જેમાં અલગઅલગ પ્રકારના ફૂલછોડ, ઉપરાંત વિવિધ થીમ જેવી કે, સ્વાસ્થ્ય, પર્યાવરણ, બેટી બચાવ, સ્માર્ટ સિટી, હરિયાળું રાજકોટ સુંદર રાજકોટ, કલીન રાજકોટ, શિક્ષણ, એકાત્મતા અને બંધુત્વ વગેરે પર સંદેશાઓનો પણ પ્રસાર કરવામાં આવશે. સાથોસાથ રેસકોર્સ રિંગ રોડ પર એક શાનદાર કાર્નિવલનું આયોજન કરવામાં આવશે જેમાં ૨૦ હજારથી વધુ બાળો હ્યુમન ચેઈનનું નિર્માણ કરશે. તેમજ વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા અલગઅલગ રાજયોની સંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે.તસ્વીરમાં રેસકોર્ષ બગીચામાં યોજાનાર ફલાવર શો માટે તૈયારી કરી રહેલા ગાર્ડન -ડાયરેકટર ડો. હાપલિયા તથા સહકર્મચારી દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:07 pm IST)