Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

બંધારણીય અધિકાર આંદોલન સમિતિનાં ગાંધીનગર ખાતેના ઉપવાસ આંદોલનમાં જોડાતા રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને નરેશભાઈ મારૂ

રાજકોટઃ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે તેઓ બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા અલગ અલગ માંગણીઓ બાબતે ગાંધીનગર ખાતે ધરણા-ઉપવાસ આંદોલન પર છેલ્લા ૩૮ દિવસથી ચાલુ છે તેમજ સરકાર દ્વારા સમિતિને મંજૂરી આપવામાં આવતી નથી તથા સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો સહકાર આપવામાં આવતો નથી અને છેલ્લા ૩૮ દિવસમાં અનેક વખત ઉપવાસીઓની ધરપકડ કરેલ છે જયારે ભારત દેશના ગૃહમંત્રી ગાંધીનગર આવેલ હતા ત્યારે તમામ ની ધરપકડ કરવામાં આવેલ હતી અને મોડી રાત્રીએ છોડવામાં આવેલ હતા જેથી દીકરીઓને બસ સ્ટેન્ડમાં રાત્રી રોકાણ કરવું પડ્યું છે તેમજ  ભાગ લેનાર ૪ દીકરીઓને આ ઉપવાસ આંદોલનમાં તબિયત નાજુક હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયેલ  આ સમિતિ દ્વારા એસ.સી., એસ.ટી.,  ઓ.બી.સી. , માઈનોરીટી, અને મહિલા સાથેના અન્યાય સામે બંધારણીય એકતા સમિતિ લડત આપી રહી છે હાલ ૩૨દીકરીઓ ઉપવાસ-ધરણા પર બેઠા છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને નરેશભાઈ મારું ધરણા-ઉપવાસમાં જોડાયા છે હતાં તે વખતની તસ્વીર આ ધરણામાં જેમાં ધાધલ પૂજા, વાધેલા આશા, રાઠોડ નીતા, ચાવડા રીના, મોરી રવિના, ધારા ગોહેલ, બગડા ગુડિયા, ઠાકોર મીનાક્ષી, દીપિકા ચૌહાણ, બારૈયા દક્ષા, ગીતા બાવળિયા, સાગઠીયા પૂજા સહિતના આગેવાનો અને સમિતિના હોદ્દેદારો બહોળી સંખ્યામાં જોડાયા છે.

(4:07 pm IST)