Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

બળજબરીથી ટેન્કર પડાવી લેવા ધમકી આપવા અંગે પકડાયેલ આરોપી જામીન પર

રાજકોટ તા.૧૫: જામનગરના ગેરેજ માલિકને બે ટેન્કર વેચ્યાબાદ બન્ને ટેન્કરો ફાયનાન્સના માણસોએ બળજબરી યુવક પડાવીલેવાની ફરિયાદમાં આરોપીનો જમીન ઉપર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

અત્રે જામનગરખાતે ૯૮/૩ શેરી નં.૪ ડીફેન્સ્કોલોની ખાતે રહેતા અને ખંભાળીયા હાઇવે ખાતે ભુવનેશ્વરી સર્વિસ સ્ટેશનના નામે ગેરેજ ધરાવતા હરીહરનાથ લોચનભાઇ ઝાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે તેઓના ગેરેજમાં ગાડી રીપેરીંગ કરાવવા આવતા અનંતરાય ઠાકુર સાથે ફરિયાદીને ટેન્કર લેવું હોય તેના માટેવાત કરેલી ત્યારબાદ ફરિયાદીને એક ટેન્કર પસંદ પડતા તેના માલિક છઠુંલાલ નથુની પ્રશાદ ગુપ્તા રહે.વડોદરા વાળા સાથે ફોનમાં વાત કરી ટેન્કર ખરીદવા અંગેનો વેચાણ કરાર કરેલ અને ટેન્કરની કીમત રૂ.૯,૬૭,૩૫૦ પેટે રકમ રૂ.૭૦,૦૦૦ રોકડા આપેલા અને બાકીની રકમ ફરિયાદીને લોનના હપ્તા પેટે ભરવાનું નક્કી કરેલ ત્યારબાદ સને ૨૦૧૮ની સાલમાં સદર ટેન્કરના હપ્તાઓ ચડત થાય ગયેલ હોય   ફાયનાન્સ કંપનીના અજાણ્યા માણસોએ રાજકોટ બેડી ચોકડી નજીક ટેન્કર ઉભું રાખવી તેમાંથી ડ્રાઇવરને ધમકી આપી તેને નીચે ઉતારી ટેન્કરલઇ લીધેલું.

આ કામે પોલીસે આરોપી અનંતરાય હરિદાસ ઠાકુરને પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ તે સમયે આરોપી તરફે વી.વકીલ શ્રી કેતન દવે રજૂઆત કરતા જણાવેલ કે હાલના આરોપી એ ફરિયાદીને ટેન્કર વેચેલ અને અન્ય ટેન્કર ફરિયાદી ખરીદ કરવા માંગતા હોય જેથી બતાવેલ છે અને ફરીયાદી અન્ય વ્યકિત પાસેથી ખરીદ કરેલ તેમજ ફરિયાદમાં દર્શાવેલ બનાવોમાં હાલના આરોપીઓ એ કોઇ ભાગ ભજવેલ હોય તેવું જણાય આવતું નથી તેમજ ફરિયાદીએ ટેન્કર નાહપ્તા, ભરેલ ન હોય જેથી ફાયનાન્સ કંપની તેઓની સતા મુજબ બને ટેન્કરો કબ્જે કરી તેનું વેચાણ કરેલ છે તેમાં પણ હાલના આરોપીનો કોઇ રોલ નથી.

ઉપરોકત તમામ રજુઆતો ધ્યાને લઇ એડી.ચીફ. જયુ.મેજી. શ્રી એલ.બી.શાહ આરોપી અનંત રામ હરિદાસ ઠાકુરને રૂ.૧૫૦૦૦ના જમીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપી અનંતરામ હરિદાસ ઠાકુર વતી રાજકોટનાં એડવોકેટ કેતન પી.દવે, બિનીતા શાહ, બલરામ પંડિત, ધારા પંડિત રોકાયેલ હતા.

(4:03 pm IST)