Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

'વિશ્વનિડમ ગુરૂકુળ'નું શુક્રવારે પૂ.મોરારીબાપુના હસ્તે નામકરણ

ઇશ્વરીયામાં ઝુપડપટ્ટીના બાળકો માટેના

રાજકોટ, તા. ૧પ :  ઝુંપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ આપવાનો અને અપાવવાનું કામ કરતો ''વિશ્વનીડમ'' પરિવાર (સંસ્થા) છેલ્લા ર૧ વર્ષથી રાજકોટમાં કાર્યરત છે. જેમાં હાલ ૪૬પ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

સન ૧૯૯૯ લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટીથી શરૂ કરાયેલ આ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઇ છે. અત્યાર સુધીમાં ૧પ૦૦૦ થી વધુ બાળકોને બાલ મંદિરથી માંડીને શાળા-કોલેજ સુધીનું શિક્ષણ સંસ્થા દ્વારા લીધુ છે. બગીચો અને ગૌશાળ પણ બનાવવામાં આવી છે.

શાળામાંથી ગુરૂકુળમાં પરિણમેલ ઇશ્વરીયા ખાતેની આ સંસ્થાની શુક્રવાર તા. ૧૭ નાં મુલાકાત લેશે. તેઓશ્રી અહીં વિશ્વનીયમ સંસ્થાના ગુરૂકુળનું નામકરણ  કરશેતેમજ સંસ્થાના બાળકો અને તેમના માતા-પિતા સાથે વાર્તાલાપ થશે.

હાલ શહેરમાં રૈયાધાર, છોટુનગર, લક્ષ્મીનગર, લક્ષ્મીનગર ઢોરો નટરાજનગર, પારીગત નંદનવન, રામાપીરનો ટેકો અને ધરમનગર મળીને ૯ જગ્યાએ કલરવ સેન્ટર ચાલે છે. જેમાં બાળકોને બાલમંદિર સમેતનું શિક્ષણ આપવામાં આવે છે તેમ સંસ્થાના સ્થાપક જીતુભાઇ (મો. ૯૪ર૭૭ ર૮૯૧પ) ની યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)