Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

નાટક ''જાવેદા''માં ટીવી સિરીયલો અને ઓફ બીટ ફિલ્મોના યુવા કલાકારો મુખ્ય પાત્રમાં

વિદેહી એન્ટરટેઈનમેન્ટ આયોજીત નાટકનો શો હાઉસફુલ થવા તરફ

રાજકોટ,તા.૧૫: આગામી તા. ૨૦મીને સોમવારેએ , રાત્રે ૯:૩૦ એ , હેમુગઢવી હોલ મિનીમાં થવા જઈ રહ્યો છે. , હિન્દી નાટક જાવેદાના એક માત્ર શો માટે રાજકોટનો અદભુત રિસ્પોન્સ મળી રહેલ છે .હિન્દૂ-મુસ્લિમ કોમવાદીતા થી ઉપર ઉઠીને કળાને માત્ર કળાની દ્રષ્ટિએ જોવાની રાજકોટની માનસિકતા ખરેખર સરાહનીય છે.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત 'જાવેદા' નાટકના નામ વિષે જણાવતા કુ, દેવલ વોરા જણાવે છે કે ,જાવેદાનો અર્થ કોઇ યુવતીનું નામ એવું નથી થતો અહીં, અહીં જાવેદાનો અર્થ ઉર્દુ ભાષા મુજબ એટર્નલ એટલે કે શાશ્વત એવો થાય છે. અહીં પ્રેમ શાશ્વત છે એ મતલબની કહાની છે . નાટકના મુખ્ય કલાકારોમાં આર્યન દેશપાંડે , અહાન નિરબાન , યશશ્વી ગાંધી, આકાશ ધકાણ અને ખુશી કોઠારી છે.

આર્યન દેશપાંડે ની વાત કરીએ તો તેઓ વિશ્વવિખ્યાત નાટ્યકાર શ્રી પૂ.લ. દેશપાંડેના પૌત્ર છે પરંતુ દાદાજીની ખ્યાતિ ને વટાવવા કરતા તેઓએ પોતાના દમ પર કામ મેળવવાનું અને નામ કમાવાનું પસંદ કર્યું ! માત્ર ૧૭ વર્ષની કુમળી વયે આર્યન કેટલીક ખ્યાતનામ સ્પર્ધાઓમાં , શેરી નાટકોમાં અને નાટ્ય શો માં ઢગલાબંધ એવોર્ડ્સ અને નામના કમાઈ ચુકયા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮ માં તેમને બેસ્ટ એકટર નો નેશનલ એવોર્ડ મળ્યો . તેઓએ ઘણી બધી લોકપ્રિય શોર્ટ ફિલ્મોમાં એકટિંગ અને ડિરેકશન કર્યું છે. આ ઉપરાંત તેઓ એકાંકી નાટકો , ટૂંકી વાર્તાઓ વગેરે લખવામાં પણ માહિર છે.

નાટકના અન્ય મુખ્ય કલાકાર અહાનઙ્ગ નિરબાનને આપ સૌ હાલમાં નેટફ્લિકસ પર ચાલતી વેબ સિરીઝ ''યે મેરી ફેમિલી'' પર જોઈ શકો છો. બાળકલાકાર તરીકે , માત્ર ૮ વર્ષની ઉંમરે એક લોકપ્રિય હોરર ટીવી સીરીયલથી અહાન એ પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેમણે સોની ટીવી, લાઈફ ઓકે જેવી ચેનલો માટે સાઈ બાબા,જય શ્રી ક્રિષ્ના , ક્રાઇમ શો જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું. છેલ્લા ૧૨ વર્ષથી સફળ એકટિંગ કારકિર્દી ધરાવતા અહાને ઇન્ડિયન નેશનલ થિએટર ના બેસ્ટ એકટર સહિતના કેટલાક ખ્યાતનામ એવોર્ડ્ઝ  જીત્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટેની ''ભોર''  ફિલ્મમાં તેઓએ લીડ રોલ કર્યો છે તો હાલમાં ભારતભરમાં ધૂમ મચાવી રહેલા ''છોટા ભીમ ઈન જાદુઈ એડવેન્ચર'' ના ઓન સ્ટેજ, મેગા સ્કેલ ભવ્ય નાટકમાં તેઓ છોટા ભીમ નું પાત્ર ભજવી રહ્યા છે. સ્ટેજ પર તેમના સહકલાકાર સાથેની તેમની કેમિસ્ટ્રી ખરેખર પ્રશંશનીય હોય છે.

નાટકના અન્ય મુખ્ય કલાકારા એટલે યશ્વી ગાંધી. યશ્વી છેલ્લા ૧૨ વર્ષથી એક  ટ્રેઈન્ડ પ્રોફેશનલ કથ્થક ડાન્સર છે અને બોલિવૂડ ની કેટલીક નામાંકિત ફિલ્મો જેવીકે ડેઢ ઈશ્કિયા , કલંક અને ફિલ્મફેર એવોર્ડમાં પરફોર્મ કરી ચુકયા છે.

નાટકના અન્ય મુખ્ય કલાકારો વિષે અહીં જણાવતા રહીશું. દરમ્યાનમાં જો નાટકની ટિકિટ હજુ પણ ન લીધી હોય તો તાત્કાલિક બુક કરાવી લેવા યાદી માં જણાવાયું છે કારણકે હોલ ફટાફટ પેક થઇ રહ્યો છે . નાટકનો એક માત્ર શો. ૨૦ જાન્યુઆરી , સોમવાર , હેમુ ગઢવી હોલ મીની ખાતે બુકિંગ માટ  મો. ૯૦૨૩૨૮૨૪૦૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

ટિકિટ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ ઉપર સંપર્ક કરો

(3:59 pm IST)
  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST