Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા ચીકી વિતરણ

મકર સંક્રાંતના પર્વે કોઠારીયા નાકા ટ્રસ્ટ દ્વારા કિશોરસિંહજી શાળા નં. ૧ ના વિદ્યાર્થીઓને તેમજ અન્ય જરૂરતમંદ પરિવારોને તલ મમરાના લાડુ તેમજ ચીકીનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે ડો. જી. યુ. મહેતા, ડો. આશીતભાઇ પંડયા , ખ્યાતિબેન મહેતા, ગીરીશભાઇ પરસાણા, શાળા આચાર્યશ્રી હેતલબેન, સી.આર.સી. નિલેશભાઇ વોરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ઇન્ચાર્જ ભરતભાઇ ત્રિવેદી, નિરવભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ રૂપારેલીયા, કિશોરભાઇ પટેલ, રમેશભાઇ દોમડીયા, હેમભાઇ ચૌહાણ, રાજુભાઇ મહેતા, કૌશીકભાઇ દવે, ઉમેશભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)