Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

આસમાન કા મૌસમ બદલા, બિખર ગઇ ચારો ઓર પતંગ, અકિલા પરિવાર મેં છા ગયા ઉમંગ

પતંગનો ઉત્સવ એ બીજુ કંઇ નથી પણ મનુષ્યના ઉમળકાઓનો ઘૂઘવતો વૈભવ છે. ખુલ્લા આકાશને પતંગ નમણુ અને નજરાણુ બનાવે છે. મકરસંક્રાંતિના દિવસે દરેક પતંગ રસિયાના મનમાં એક જ ભાવ હોય છે. ચાલને ભેરૂને સંગ, રંગીન દોરીને રંગ... ગઇકાલે રાજકોટમાં પવનની જમાવટ હોવાથી મકરસંક્રાંતિની ઉજવણીને ચાર ચાંદ લાગી ગયા. અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારે અંતરના ઉમળકાથી પતંગ પર્વ માણ્યું. પંચનાથ પ્લોટમાં ચગ પરિવારની અગાશી પર અકિલા એકઝીકયુટીવ એડીટર નિમિષભાઇ ગણાત્રા અને પરિવારે તથા હિતેષભાઇ અને પરેશભાઇ ચગ પરિવાર, અમિતભાઇ અને વૈભવભાઇ સવજીયાણી પરિવાર, ભાવનાબેન નાગ્રેચા, સ્મિતાબેન રાયચુરા પરિવાર વગેરેએ પતંગો ચગાવી હતી. ઉપરાંત કોંગી અગ્રણી મહેશ રાજપૂત પરિવાર, ફોટોગ્રાફર અશોક બગથરિયા પરિવાર વગેરેએ પણ અગાશી પર પતંગ ચગાવી મોજ માણી હતી. કોઇ કવિએ લખ્યું છે. 'આ તો દુનિયાની રસમ એને નડે છે, બાકી દોરીથી અલગ થવાનું પતંગને કયાં ગમે છે? પણ શાયદ નસીબમાં જ એનું કપાવાનું, એટલે ઘણા હાથમાં એ ચગે છે.' (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:50 pm IST)