Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

પોલીસ વેલ્ફેર માટે ર૩મીએ નેહા કક્કર નાઇટ - ટિકીટ શોઃ ૧ર હજાર લોકો મંત્રમુગ્ધ બનશે

પોલીસના વેલ્ફેર માટે ભંડોળ ઉભુ કરવા ટિકીટ શો રખાયો છેઃ ડીસીપી સૈની...

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ કલેકટરની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત શહેર પોલીસના ડીસીપી શ્રી રવિ મોહન સૈનીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી ર૩ મીએ વિરાણી હાઇસ્કુલ ખાતે નેહા કક્કર નાઇટનું આયોજન કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે અંદાજે ૧ર હજાર લોકોની સીટીંગ કેપેસીટી રખાઇ છે.

ટિકીટના ભાવો અંગે તેમણે જણાવેલ કે હજુ ફાઇનલ થયા નથી, ૧ થી ર દિવસમાં જાહેર કરાશે.

જો કે ચર્ચાની હકિકતો મુજબ પ૦૦ થી પ હજાર સુધીની ટિકીટો હોવાનું બહાર આવ્યું છે, કલેકટરશ્રીએ પણ આ પ્રાઇવેટ પ્રોગ્રામ હોવાનું પત્રકાર પરીષદમાં  જાહેર કર્યુ હતું.

જો, કે ડીસીપી સૈનીએ ઉમેર્યુ હતું કે ટિકીટ શો છે એ બરોબર પણ જાહેર જનતા માટે પણ વિનામૂલ્યે શો માણી શકે તે પ્રકારની વ્યવસ્થા થઇ રહી છે.

(3:48 pm IST)