Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૧૮ મીએ ખીરસરા GIDC માં મુખ્યમંત્રીના હસ્તે ૪૭૧ પ્લોટની ફાળવણીઃ NIC દ્વારા ડ્રો સિસ્ટમ

રપ૦૦ના ભાવે પ્લોટ અપાશેઃ કુલ ૧૬ાા કરોડનો મહત્વનો પ્રોજેકટ

રાજકોટ તા. ૧પ :.. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ દ્વારા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા (રણમલજી) ગામ ખાતે ૯ર-૬૩-૦૬ હેકટર ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતનો ઔદ્યોગિક દ્રષ્ટીએ વિકાસ કરવાના હેતુથી આપવામાં આવેલ મંજૂરી મુજબ નવી ઔદ્યોગીક વસાહત સ્થાપવાનું નકકી કરવામાં આવેલ જે સંદર્ભે ૧૮ ના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નિગમને મળેલ કુલ ૯૪૯૬ અરજીઓ પૈકી ૪૦૦ ચો. મી. થી ૩૦૦૦ ચો. મી. સુધીના કુલ ૬ કક્ષાના ઉપલબ્ધ ૪૭૧ પ્લોટ માટે એનઆઇસી દ્વારા વિકસાવેલ પારદર્શીય કોમ્પ્યુટરાઇઝ ઇલેકટ્રીનક ડો. દ્વારા એમએસએમઇ કેટેગરીના પ્લોટોની ફાળવણી કરવામાં આવશે.

કુલ ૪૭૧ પ્લોટની બજાર કિંમત પ્રમાણે  ૬પ૦૦ રૂ. કિંમત પ્રતિ ચો. મી. હતી પરંતુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને સાકાર કરવા રાજય સરકારે માત્ર રપ૦૦ પ્રતિ ચો. મી. જેવા નજીવા ભાવે આ પ્લોટ જીઆઇડીસી ને ફાળવેલ છે. જેટલી થાય છે. આમ, કુલ ૪૦૦૦ પ્રતિ ચો. મી. જેટલી રાહત રાજય સરકાર દ્વારા અપાયેલ છે. આ ફાળવેલ પ્લોટ પર ઉદ્યોગ સાહસિકો દ્વારા ઉદ્યોગ શરૂ કરી ગુજરાતના ગ્રોથ એન્જિનને ગતિ આપવામાં આવશે. તથા આ તમામ યુનિટોને રોડ, રસ્તા સ્ટ્રીટ લાઇટ, વિજળી જેવી માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ પ્રોજેકટની કુલ કિંમત અંદાજીત રૂ. ૧૬.ર૪ કરોડ છે.

ઉપરાંત અંદાજીત ૪પ૦ થી વધુ એમ. એસ. એમ. ઇ. એકમોને કેપીટલ સબસીડી તથા વ્યાજ સહાય તથા ગુણવતા પ્રમાણ પત્ર માટેની સહાયની ચુકવણી કરવામાં આવનાર છે. જે સંખ્યા કુલ ૧૪૦૦ જેટલા લાભાર્થી સુધી લઇ જવા મંજૂરીને આધીન છે. આ ૧૪૦૦ યુનિટને અપાતી કુલ સહાય અંદાજીત ૭૦ કરોડ જેટલી છે. ઉપરાંત કુલ ૧૦૦ એકમોને ઉપરોકત સહાય અંગે પ્રોવિઝનલ મંજૂરી પત્રો એનાયત થનાર છે. 

(3:48 pm IST)