Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રાજકોટની સૂચિત સોસાયટીના ૧૯૪૩ લાભાર્થીઓને ૧૮મીએ સનદ વિતરણઃ ૧૭૦ કુટુંબોને જમીન ફાળવણી

રાજકોટ તા.૧પ : સુચિત સોસાયટીઓના મિલ્કત ધારકો માટે સરકારશ્રી તરફથી ગુજરાત જમીન મહેસુલ-૧૮૬૯ માં સુધારો કરી ગુજરાત જમીન મહેસુલ સુધારાધિનિયમ ર૦૧૭ થી પુરક મહેસુલ સેટલમેન્ટ દાખલ કરવાની જોગવાઇ કરેલ છે.

રાજકોટ શહેરમાં ૧પ૭ જેટલી સુચિત સોસાયટીઓ પરિવર્તનિય વિસ્તાર જાહેર પુરક મહેસુલ સેટલમેન્ટ કાર્યવાહી હાથ ધરતા અત્યાર સુધીમાં મંજુર કરવા પાત્ર પ૯૧૩ દાવા અરજીઓ પૈકી ૪૭૬પ દાવા મંજુરી હુકમો કરવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમમાં પ૭૧ દાવા મંજુરી હુકમો, દાવા પ્રમાણપત્રો મળીને કુલ-૯૭૬ લાભાર્થીઓને ઉપરાંત સિટી સર્વે કચેરી દ્વારા ૧૮પ-સુચિત સોસાયટીના પ્રોપર્ટી કાર્ડ અને નવા હક્ક ચોકસીના ૭૮ર પ્રોપર્ટી કાર્ડ મળીને કુલ-૯૬૭ પ્રોપર્ટી કાર્ડ મળીને કુલ ૧૯૪૩ લાભાર્થીઓને આ કાર્યક્રમાં લાભ આપવા સનદ અપાશે.

વિચરતી-વિમુકત જ્ઞાતીને જમીન ફાળવવા બાબત

મહેસુલ વિભાગના તા.૬/૬/ર૦૦૩ ના ઠરાવ અંતર્ગત વિચરતી-વિમુકત કે અર્ધ વિચરતી જ્ઞાતીના વ્યકિત કે વ્યકિતઓના જુથને સ્થિર વસવાટ માટે વિનામુલ્યે સરકારી જમીન ફાળવવા જોગવાઇ કરેલ છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલ ૩૮૯ કુટુંબોને જમીન ફાળવણી કરી ર૧૯ કુટુંબોને જમીનના કાબજા સોંપી સનંદ આપેલ છે. બાકીના ૧૭૦ કુટુંબોને મૂખ્યમંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવશે.

(3:47 pm IST)