Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૭૧મા પ્રજાસત્તક પર્વ ઉજવણી

રપમીએ રાજકોટમાં યુવા સંમેલન : કારકીર્દીને લગતા અનેક સ્ટોલ ઉભા કરાશે : ૧ર૯૦ લાભાર્થીઓને મળતા લાભોનું વિતરણ

રાજકોટ, તા. ૧પ : કલેકટર તંત્ર દ્વારા રપમીએ આત્મીય યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યુવા સંમેલન યોજાશે. કલેકટરે જણાવ્યું હતું કે, યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા તેમના પ્રશ્નોનું સમાધાન એક જ સ્થળે થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવાનોને સરકારશ્રીની વિવિધ યુવા લક્ષી યોજનાઓથી માહિતગાર કરવા તથા આ યોજનાઓનો લાભ લીધેલ હોય તેમને લાભ એનાયત કરવા તથા રમત ગમત સામાજીક શૈક્ષણિક રોજગાર ક્ષેત્રે આગળ પડતા યુવા વ્યકિતઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં ધોરણ-૧૦, ૧ર તથા ગ્રેજયુએશન પછી આગળ કારકીર્દી બનાવવા માટે યુવાનોને જાણકારી તથા માર્ગદર્શન મળી રહે તે માટે એન.સી.સી., રોજગાર કચેરી, યુનિવર્સિટીઓ, પ્રકાશક સંસ્થાઓ વિગેરે અલગ અલગ સ્ટોલ અને પ્રદર્શન રહેશે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મળતા લાભો જેવા કે સ્કોલરશીપ, ઉચ્ચ અભ્યાસ માટે એજયુકેશન, ધંધો રોજગાર ક્ષેત્રે અપાતી લોન માટે માર્ગદર્શન, યુવાનોને કારકીર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર દ્વારા માર્ગદર્શન.

સરકારી/અર્ધસરકારી કચેરી/સંસ્થા દ્વારા મળતા લાભોનું કુલ-૧ર૯૦ લાભાર્થીઓને વિતરણ, જેમાં રોજગાર કચેરી, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, બાજપાઇ બેન્કેબલ યોજના તથા વિવેકાનંદ યુવા કેન્દ્રના વિદ્યાર્થી સંયોજકોને નિયુકિત પત્ર આપવામાં આવશે. યુથ આઇકોન, યંગ એન્ટરપ્રિન્યોર, યંગ અચિવર્સ, સ્પોર્ટસ પ્રતિભાઓ, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારનું સન્માન કરાશે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને એકસ્ટ્રાઓર્ડીનરી ટેલેન્ટ શો.

(3:45 pm IST)