Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ઠંડીમાં ડેન્ગ્યુ ગાયબ! શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીનાં ૭૫૦ કેસ

છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના શૂન્ય, મરડાનાં ૭, ટાઇફોડનાં ૩ દર્દીઓ નોંધાયા

રાજકોટ તા.૧૫:  શહેરમાં  છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં  શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૭૫૦થી વધુ દર્દીઓ નોંધાયા છે અને ડેન્ગ્યુના  શૂન્ય કેસ નોંધાયા છે.

મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૩૮૪, ઝાડા-ઉલ્ટીના ૨૭૯, ટાઇફોઇડ તાવના ૫, તથા મરડાનાં ૭, અન્ય તાવના કેસ ૧૯ સહિત કુલ ૭૫૦થી વધુ કેસ નોંધાયા છે.

૪૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૧૦૭-રેકડી, ૪૭-દુકાન, ૬-હોટલ-રેસ્ટોરન્ટ, ૧૫-ડેરી ફાર્મ, ૯-બેકરી સહિત કુલ ૧૯૯ ખાનીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૪૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ૧૯ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:38 pm IST)