Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ઉમેદવારનો રાફડો ફાટયો

૧૪પ જગ્યા સામે અ..ધ..ધ.. ર ૧ હજાર અરજીઓ !!

મેડીકલ ઓફીસર, લેબ ટેકનીશ્યન, ફિમેલ હેલ્થવર્કર, સ્ટાફ નર્સ, એકસ-રે ટેકનીશ્યની ખાલી પડેલી જગ્યાઓ ભરવા કવાયત

રાજકોટ, તા.૧પ : મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી વિવિધ ૧૪પ જેટલી જગ્યાઓ ભરવા માટે તંત્રવાહકોએ અરજીઓ મંગાવતા આ જગ્યાઓ માટે ર ૧,૩૮૦ જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અધારીત વિવિધ આરોગ્ય સેવાઓ માટે ૧૪પ જેટલી જગ્યાઓ ભરવા કવાયત શરૂ કરાઇ છે.

જેમાં મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ, હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, લેબ ટેકનીશ્યન, એકસ-રે ટેકનીશ્યન વગેરેની ભરતી માટે અરજીઓ મંવાઇ છે.

જાણવા મળ્યા મુજબ મેડીકલ ઓફીસરની ૧૧ જગ્યા માટે ર૦૦ અરજીઓ તથા ફાર્માસીસ્ટની ૧ર જગ્યા માટે ૩૦૦૦ અરજીઓ, લેબ ટેકનીશ્યનની ૧૪ જગ્યા માટે રપ૦૦ અરજીઓ, ફિમેલ હેલ્થ વર્કરની ૮૧ જગ્યા માટે ૬૦૦૦ અરજીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૧ર જગ્યા માટે ૭૦૦૦ અરજીઓ, સ્ટાફ નર્સ (ફમેઇલ)ની ૧૩ જગ્યા માટે રપ૦૦ અરજીઓ અને એકસ-રે ટેકનીશ્યનની ર જગ્યા માટે ૧૮૦ અરજીઓ આમ ઉપરોકત જગ્યા મળી કુલ ૧૪પ જગ્યા સામે ર૧,૩૮૦ અરજીઓ આવતા આરોગ્ય વિભાગમાં ભરતી માટે ઉભમેદવારોનો રાફડો ફાટયો હોવાની સ્થિતિ સર્જાઇ છે.

(3:38 pm IST)