Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૨૫મીએ રાજકોટના અદ્યતન બસ સ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ : ૪૫ કરોડનો ખર્ચ તથા બસ ટર્મીનલના ૮ કરોડ અલગ

૨૨+૧૦ સહિત કુલ પ્લેટફોર્મઃ રેસ્ટ રૂમ- ડોરમેટરી,સ્ટાફ, સ્ટોર, પાર્સલ રૂમો પણ સામેલ : ૧૧ હજારથી વધુ સ્કવેરમીટરમાં બાંઘકામ, રીઝર્વેશન-ઇન્કવાયરી-ટીકીટ કાઉન્ટર સહિતની સુવિધાઓ

રાજકોટ તા ૧૫  : રાજકોટમાં રાજયકક્ષાની ૨૫મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત ૨૫મીએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઢેબર રોડ ઉપર ૪૫ કરોડ તથા બસ ટર્મીનલ ફેસેલીટીના ૮ કરોડ મળી કુલ ૫૬ કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ થશે તેમ કલેકટરે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

તેમણે જણાવેલ કે કુલ ૧૧૫૦૦ થી વધુ સ્કવેર મીટર જગ્યા ઉપર આ બસ સ્ટેન્ડ બનાવાયુ છે, જેમાં ૨૦ પ્લેટફોર્મ અને ૧૦ આદર્શ પ્લેટફોર્મ સહીત કુલ ૩૦ પ્લેટફોર્મ રહેશે. બસ સ્ટેશનમાં ઇન્કવાયરી, રીઝર્વેશન, ટીકીટ કાઉન્ટર, એડમીનીસ્ટ્રેટીવ ઓફીસ, રેસ્ટરૂમ, ડોરમેટરી, સ્ટાફ, પાર્સલ રૂમ, આ ઉપરાંત યાત્રીઓને માર્ગદર્શન મળી રહે તે માટે અલગ સુવિધા ઉભી કરાઇ છે.

આ ઉપરાંત કેન્ટીન, વોલ્વો સર્વીસ, વેઇટીંગરૂમ, લેડીઝ માટે અલગ બ્લોકની વ્યવસ્થા (૩૦ સીટી), જનરલ સીટીંગ (૮૦ બેઠક), ટોયલેટ ફેસેલીટી બાથરૂમ, ૧૪ યુરીનલ, ૭ ટોયલેટ રહેશે.

આ ઉપરાંત મલ્ટીપ્લેકસ, ફુડ કોર્ટપ્લાઝા, હોટલ, રેસ્ટોરન્ટ,, રીટેલ સુપર માર્કેટ, શો રૂમ, સીસી ટીવી કેમેરા, કોમર્શીયલ ઓફીસો અને ડીઝીટલ ડીસપ્લે ખાસ રહેશે.

(3:36 pm IST)