Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રાજકોટમાં ટીમ ઈન્ડિયા વળતો પ્રહાર કરશે...

મુંબઈમાં શરમજનક હાર બાદ ભારતીય ઘાયલ શેરો હવે કાંગારૂઓ ઉપર તૂટી પડશે : ખંઢેરીનું મેદાન ગજાવશે : જો બીજો વન-ડે હારશું તો સિરીઝ હારવાનો ભય : ૧૭મીએ વિજયરથ સાથે સિરીઝ બરાબર કરવા ભારતીય ટીમ સજ્જ

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોનું આગમનઃ વિરાટ અને રોહિત કાલે આવશે

રાજકોટ : મકરસંક્રાંતિ પૂર્ણ થયા બાદ આજથી રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે ત્યારે આજે બપોરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોનું આગમન થઈ ગયુ છે. બપોરે ચાર્ટર્ડ ફલાઈટમાં આવી પહોંચેલી બંને ટીમોનંુ રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયુ ત્યારે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ભારતીય ટીમને કાલાવડ રોડ ઉપર આવેલ સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમને હોટલ ઈમ્પેરીયલ પેલેસમાં ઉતારો આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ અહિં આવી પહોંચી છે જયારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા રાજકોટ આવ્યા નથી. આ બંને ખેલાડીઓ લગભગ આજે રાત્રે અથવા આવતીકાલની ફલાઈટમાં આવે તેવી સંભાવના છે. ઉપરોકત તસ્વીરમાં લોકલબોય રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કેદાર જાદવ, ચહલ તેમજ ઓસ્ટ્રેલિયન ટીમના ફીન્ચ સહિતના ખેલાડીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૫ : ટીમ ઈન્ડિયાના ઘાયલ શેરો હવે ખંઢેરીના મેદાનમાં હારનો બદલો લેશે. મુંબઈના મેચમાં બેટ્સમેનો અને બોલરોના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ સેના સિરીઝ સરભર કરવા સજ્જ છે. જો ૧૭મીના મેચમાં પરાજય મળશે તો સિરીઝ ગુમાવવી પડશે. આ લખાય છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂકયુ છે. આજે બંને ટીમો હોટલમાં આરામ કરશે. બાદ આવતીકાલે ઓસ્ટ્રેલિયાની ટીમ સવારે અને ભારતની ટીમ બપોરે નેટ પ્રેકટીસ કરનાર છે.

ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમે ભારતીય ટીમને પ્રથમ મેચમાં બેટીંગ, બોલીંગ સહિત તમામ પાર્ટમાં પછાડી દીધુ હતું. ૨૫૫ રનનો ટાર્ગેટ પણ વિનામૂલ્યે હાંસલ કરી લીધો હતો. ઓપનર ફીન્ચ અને વોર્નરે શાનદાર સદીઓ ફટકારી હતી. તમામ ક્ષેત્રોમાં ભારતીય ટીમ નિષ્ફળ ગઇ હતી.

દરમિયાન આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂકયુ છે. આજનો દિવસ બંને ટીમો હોટલમાં આરામ કરશે. આવતીકાલે ઓસ્ટ્રેલિયાની ટીમ સવારે અને ભારતની ટીમ બપોરના સમયે નેટ પ્રેકટીસ કરનાર છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ટિકીટો વહેંચાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઇ છે. લાંબા સમય બાદ ડે એન્ડ નાઈટ મેચ રમાઈ રહ્યો હોય ક્રિકેટ પ્રેમીઓને જલ્સા પડી જશે.

(3:35 pm IST)
  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST