Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ટ્રાફિક સપ્તાહની શહેર પોલીસ-આરટીઓના ઉપક્રમે ઉજવણીઃ પોલીસ કર્મચારીઓની જાગૃતિ રેલી યોજાઇ

રાજકોટઃ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાય તે અંતર્ગત શહેર પોલીસ અને આરટીઓના સંયુકત ઉપક્રમે પોલીસ હેડકવાર્ટર તાલિમ ભવન ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, આરટીઓ પી. બી. લાઠીયા, નિવૃત આર.ટી.ઓ. જે. વી. શાહ સહિતે દિપ પ્રાગટ્ય કર્યુ હતું. એ પછી આરટીઓ શ્રી લાઠીયાએ ૩૧માં રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત સમજણ આપી હતી. હેલ્મેટ પહેરવા પર તેમણે ભાર મુકયો હતો. ડીજીલોકર અને એમ. પરિવહન જેવી એપ્લીકેશનની પણ છાત્રોને સમજ અપાઇ હતી. વિદ્યાર્થીઓને ઉતરાયણ નિમીતે માર્ગ સલામતિનો સંદેશો આપતી પતંગોનું વિતરણ કરાયું હતું. પતંગોમાં  'એક ભૂલ કરે નુકસાન, છિનવી લે છે ખુશીઓની મુસ્કાન' એવા સ્લોગન લખાયા હતાં. શહેર પોલીસના ૧૭૫ કર્મચારીઓએ જાગૃતિ રેલીમાં ભાગ લીધો હતો.

(1:10 pm IST)