Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કાનગડ પરિવારને સાંત્વના પાઠવતા વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન ઉદય કાનડગનાં પિતાશ્રી પ્રભાતભાઇનું અવસાન થતા મુખ્યમંત્રીએ કાનગડ પરિવારનાં નિવાસસ્થાન હાથીખાના  ખાતે રૂબરૂ જઇ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કાનગડ પરિવાર સાથેના લાગણીભર્યા સંબંધોને તાજા કર્યા હતા. સદ્દગતના આત્માને ઇશ્વર શાંતિ અર્પે તેવો ભાવ વ્યકત કર્યો હતો. તે વખતની તસ્વીરમાં વિજયભાઇ રૂપાણી, ઉદય કાનગડ તથા પરિવારજનો નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

(11:38 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST