Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત : એક મહિનામાં ડેંગ્યૂના ૫૬ કેસ નોંધાયા

સામાન્ય તાવ શરદી ઉધરસથી લઇ ડેન્ગ્યુ મેલેરીયા સુધી વધતા રોગો

રાજકોટ : રાજકોટમાં રોગચાળાનું કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય તાવ શરદી ઉધરસથી લઇ ડેન્ગ્યુ મેલેરીયા સુધીના રોગોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુમાં સ્વાઈન ફ્લૂ નામનો વાઇરસ વધુમાં વધુ ફેલાતો હોય છે. ત્યારે મહાપાલિકા દ્વારા સ્વાઈન ફ્લૂ તેમજ અન્ય રોગોને અટકાવવા ક્યાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે

   રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ડેંગ્યૂના 56 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ડેન્ગ્યુના કારણે રાજકોટ જિલ્લામાં ૬ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્યારે તંત્રએ રોગચાળાને અટકાવવા મહાપાલિકા દ્વારા ઝૂંબેશ શરૂ કરાઈ છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં સ્વાઈન ફ્લૂના કેસ સૌથી વધુ નોંધાતા હોય છે. આ વર્ષે સ્વાઈન ફ્લૂના એક પણ કેસ ન નોંધાઇ તે માટે મહાપાલિકા દ્વારા ડ્રાય ડે ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દવાનો છંટકાવ તેમજ ફોગીંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે

 

(11:54 pm IST)