Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જેટકો દ્વારા મકરસંક્રાંતિ પર્વ ઉપર અકસ્માત ન થાય તે માટે જન જાગૃતિ રેલી

રાજકોટ તા. ૧૩: દૂધસાગર સબ સ્ટેશનથી જેટકો રાજકોટ પ્રવહન વિભાગીય કચેરી દ્વારા મકરસંક્રાંતિ પર્વ પર વિજ અકસ્માત ન થોાય તે માટે વીજલાઇન પસાર થતી હોય તેવા ગીચ વિસ્તારમાં લોકજાગૃતિ અર્થે દૂધસાગર સબ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રેલી સવારે યોજાઇ હતી. તેમાં જેટલો કંપનીના અધિક્ષક ઇજનેર શ્રી ભટ્ટ કાર્યપાલક ઇજનેર એસ. જી. કાંજીયા અને અન્ય ઇજનેરો તથા કર્મચારીઓએ સામુહિક રીતે સલામતી અંગે જનજાગૃતિ આવે તે હેતુથી લોકસંપર્ક કરી ૬૦૦૦ સલામતી ચોપાનીયાનું વિતરણ કરેલ તેમજ બપોર પછી પુનીતનગર સબ સ્ટેશનથી ૩.૦૦ થી ૬.૦૦ દરમ્યાન પણ પુનીતનગરના આસપાસના વિસ્તારમાં રેલી નીકળશે તથા ૬૦૦૦ સલામતી ચોપાનીયાનું વિતરણ કરવામાં આવશે.

ઉપરાંત રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં જેટકો કર્મચારીઓ દ્વારા ૩પ શાળાઓમાં ૧ર૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ચોપાનીયા વિતરણ તથા સેમીનાર યોજી મકરસંક્રાંતિ પર્વ પર વિજ અકસ્માત ન થાય તે માટે માર્ગદર્શન આપેલ હતું તે ઉપરાંત ૧૦૦ જેટલા સલામતી બેનર લાઇનની નજીકનાં વિસ્તારમાં લગાડી સલામતી અંગે જાગૃત કરેલ હતા.

(4:25 pm IST)