Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીઓ

 મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે તા.૧૨ના રોજ સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, આસી.કમિશનર હર્ષદ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાગ બગીચા ચેરમેન વિજયાબેન વાછાણી, ગાર્ડન વિભાગના ડિરેકટર કે.ડી. હાપલીયા, કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, દુર્ગાબા જાડેજા, પ્રીતીબેન પનારા, ભાજપ અગ્રણી દશરથસિંહ વાળા, વોર્ડ નં.૧૦ના મહામંત્રી હરેશભાઈ કાનાણી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર.

(4:24 pm IST)
  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST