Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અમિન માર્ગ ઉપર દેહ વેપારનો ધંધો કરાવતા પકડાયેલ સ્પા.ની સંચાલીકાના જામીન મંજુર

રાજકોટ તા. ૧૩ : અમિનમાર્ગ પરના ગ્લોરિયસ સ્પામાં પકડાયેલ અનૈતિક વેપારના ગુનામાં પકડાયેલ સંચાલિકાનો જાકમીન પર છુટકારો કોર્ટે ફરમાવોલ હતો.

માલવિયા પો.સ્ટે. એ ઇમ્મોરલ ટ્રાફીકિંગ એકટ ૧૯પ૬ કાયદાની કલમ ૩,૪,પ,૬, મુજબ આ કામના આરોપી બેને આર્થિક ફાયદો મેળવવા પોતાના કબ્જા ભોગવટાવાળા સ્પા.માં આ કામે ભોગ બનનાર છોકરીઓને બહારથી લાવીને પોતાના રૂમમાં તથા સ્પાની બહાર કયાય નહીં જવા દઇ ગ્રાહકો બોલાવીને તેની સાથે સરીર સબંધ બંધાવી વધુ રૂપિયા લઇને ગ્રાહક પાસે વધુ રૂપિયા લઇ ભોગ બનનારને ઓછા રૂપિયા આપી તેની કમાણી ઉપર પોતાના જીવન નિર્વાહ ચલાવતા હોય. અને રેડ દરમિયાનના ડમી ગ્રાહક પંચો અને ભોગ બનનારના નિવેદનોને આધારે સ્પા. સંચાલિકા પલ્લવી મહેન્દ્રભાઇ મેરની પોલીસે અટકાયત કરેલ હતી.

આથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલ પલ્લવીબેનએ રાજકોટના વકીલો કુલદીપસિંહ જાડેજા મારફત રાજકોટની નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં બચાવ પક્ષના વકીલે દલીલો કરેલ કે સમગ્ર રેડ દરમિયાન કોઇ વંધાજનક વસ્તુ મળી આવેલ નથી. તથા ઇમ્મોરલ ટ્રાફિંકિંગ એકટની કલમ ૬ના કોઇ તત્વો પ્રાઇમાં ફેસી રીતે ફલિત થતા નથી આથી નામદાર કોર્ટએ બંને પક્ષોની દલીલો તથા પોલીસે રજુ કરેલ સોગંદનામાં ને ધ્યાનમાં લઇ સ્પા સંચાલકને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામે સ્પા સંચાલક વતી રાજકોટના વકીલ કુલદીપસિંહ બી.જાડેજા, શિવરાજસિંહ ઝાલા, અશોક ચાંદપા તથા  જયરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:47 pm IST)