Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

યુવતિ ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

નગ્ન ફોટા પાડી વિડીયો વાયરલ કરી ધમકી આપવા અંગે

રાજકોટ તા.૧૩ : યુવતિ સાથે પ્રેમ સબંધ હોવાનું અને મરજીથી સબંધ બાંધેલાના પુરાવા બનાવી જુદી જુદી જગ્યાએ લ જઇ વારંવાર દુષ્કર્મ આચરનાર કોડીનારના માલગાવના રહીશ હાર્દિક ટાભાભાઇ સોસાની આગોતરા જામીન અરજી રદ થયા બાદ રેગ્યુલર જામીન અરજી પણ રાજકોટના મહે.એડી. સેશન્સ જજ સાહેબે રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો કોડીનારના માલગાવના રહીશ અને રાજકોટના ગ્રીનલીફમાં  મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી હાર્દિક ટાભાઇ સોસાએ ફરીયાદીને બ્લેકમેઇલ કરી મરજી વિરૂદ્ધ શરીર સબંધો બાંધી નગ્ન ફોટાઓ તથા વીડીયો વાયરલ કરી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગોવા તથા મેંગ્લોર મુકામે લઇ જઇ અવાર-નવાર ફરીયાદીની અરજી વિરૂદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબંધે પરાપીપળીયાના રહીશ ભોગ બનનાર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામાં આવેલ હતી.

ઉપરોકત ગુન્હાના કામે હાર્દિક સોસાની ધરપકડ થતા જેલ હવાલે રહેલ હાર્દિક સોસાએ જામીન મુકત થવા જમીન અરજી કરેલ.

કોર્ટે બંને પક્ષની દલીલો તેમજ પોલીસ પેપર્સ અને આઇ.ઓ.નું એફીડેવીટ તથા મુળ ફરીયાદીના લેખીત વાંધાઓ વેચાણે લેતા, રેકર્ડ જોતા આરોપી સામે નામજોગ ફરીયાદ છે ભોગ બનનારનું વિશેષ નિવેદન ધ્યાને લેતા આરોપીઓ ભાગ બનનારને પોતાની સાથે ગોવા, મેંગ્લોર વિગેરે જગ્યાઓ લઇ જઇ ભોગ બનનારના નગ્ન ફોટાઓ પાડી, વિડીયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેક મેઇલીંગ કરી અવાર નવાર બળાત્કાર  ગુજારેલ હોય.

ત્યારે આરોપીને જામીન પર મુકત કરવાથી સમાજ ઉપર વીપરીત અસર થાય તેમ છે ત્યારે અંતર્ગત સત્તાનો ઉપયોગ અરજદારની તરફેણમાં કરવાનું મુનાસીફ ન માની આરોપીની રેગ્યુલ જમીન અરજી રદ કરતો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ભોગ બનનાર મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી તથા ચેતન ચોવટીયા તથા સરકાર તરફે મહેશભાઇ જોષી રોકાયેલ હતા.

(3:41 pm IST)