Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા મુંબઇમાં યોજાય ગયો 'વૈશ્વિક મોઢ બીઝનેશ બ્રાન્ડ રત્ન એવોર્ડ' સમારોહ : એજયુકેશન યોજના તળે ૪૩ વિદ્યાર્થી દતક લેવાયા

રાજકોટ : ફેડરેશન મોઢ વણિક સમાજ બોમ્બે દ્વારા સમગ્ર ભારતમાંથી સીલેકટ થયેલ ૩૩ એવોર્ડ વિનર વ્યકિતને મુંબઇના વિલેપાર્લેના મુકેશ પટેલ ઓડીટોરીયમ ખાતે વૈશ્વિક મોઢ બીઝનેશ બ્રાન્ડ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રથમ ચરણમાં અનિલભાઇ લવીંગયા દ્વારા મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરાયુ હતુ. જેમાં નવા જુના ગીતોની મહેફીલ જમાવવામાં આવેલ. બાદમાં દ્વિતીય ચરણમાં વિનોદભાઇ અંબાણીએ શબ્દપુષ્પો વડે બધાને આવકાર્યા હતા. ત્યાર બાદ અરવિંદ મહેતાએ ફેડરેશન મોઢ વણિક સમાજ વિષે માહીતી આપેલ. સ્ટેસ્ટીક સાથે પાવર પોઇન્ટની મદદથી ઉપસ્થિત સર્વે ભાઇ બહેનોને ફેડરેશનની પ્રવૃત્તિ અને કાર્યક્રમો વગેરેથી માહીતગાર કરેલ. અરૂણકુમાર મુછાળા અને શ્રીમતી રીતીકાબેનને મ઼ચ પર બોલાવી તેમના લગ્નદિવસના અભિનંદ અપાયા હતા. અરૂણકુમાર મુછાળા, પ્રદિપભાઇ મુછાળા તરફથી તે દિવસનું રાત્રી સ્વરૂચી ભોજન સ્પોન્સર કરવામાં આવેલ. આ એવોર્ડ સમારોહમાં મુંબઇના મુકેશભાઇ અંબાણી, અનિલભાઇ અંબાણી (રીલાયન્સ ગ્રુપ), શ્રીમતી નિતા અંબાણી (જીયો ગ્રુપ), અરૂણભાઇ મુછાળા (મુછાળા ગ્રુપ), અરવિંદભાઇ મહેતા (વેલસેટ બ્રાન્ડ), બકુલભાઇ શાહ (સોસાયટી બ્રાન્ડ, પરેશભાઇ પારેખ (કારોલ બ્રાન્ડ), કિરીટભાઇ દાણી (શાગુપ્તા બ્રાન્ડ), કલ્પેશભાઇ શાહ (એમ. કે. જોકી), અજયભાઇ પરીખ (ઝેડસીએલ બ્રાન્ડ), અનિલભાઇ લવીંગીયા (અનિલ આર્ટ), પ્રવિણભાઇ દોશી (એકમે), યોગેશભાઇ મહેતા (સ્પાઇસ એકઝીમ), હેમંતભાઇ ઝવેરી(બાદશાહ મસાલા), ગીરીશભાઇ શાહ (સ્ટાર્સ ટુર્સ), આદિત્યભાઇ દામાણી (ઓટોસીસ), કલ્પેશભાઇ કિનારીવાલા (પેન્થોન ગ્રુપ), દિપકભાઇ પારેખ (એચ.ડી.એફ.સી. બેંક) ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના ત્રણ સહિત ગુજરાતના કેતનભાઇ મારવાડી (મારવાડી શેર્સ), રમેશભાઇ જીવાણી (રઘુવીર જીન) ગોપીભાઇ કિરીટભાઇ પટેલ (લાઇફ સ્ટાઇલ), લીંબડીના હસુભાઇ શાહ (ગીરીરાજ),  ઢસા જંકશન શેઠ (શેઠ ગ્રુપ), ભાવનગરના બીર્જુભાઇ મહેતા (દાસ પેંડાવાળા), શિહોરના જયેશભાઇ ધોળકીયા (સ્વસ્તિક તપકીર), પ્રણવભાઇ મહેતા (રોઝ બ્રાન્ડ તપકીર), મોરબીના રાજેશભાઇ વજેરીયા (મિલન કવાર્ટઝ), હિતેશભાઇ પારેખ (લે રોયલ), કોલકતાના ભાવેશભાઇ શેઠ, સંજયભાઇ શાહ (હલચલ મેગેઝીન), હિમાંશુભાઇ શાહ (એમ.કે. શાહ ચા), હૈદ્રાબાદના વિક્રમભાઇ શાહ (રેડ ફલેક), રાજકોટના મુકેશભાઇ દોશી (ગારડી કોલેજ ગ્રુપ)ને એવોર્ડ એનાયત થયા હતા. જરૂરત મંદ વિદ્યાર્થીઓને એજયુકેશનલ લોન પુરી પાડવાની યોજના તળે આ એવોર્ડ ફંકશન દરમિયાન ૪૩ વિદ્યાર્થીઓ દતક લેવાની જાહેરાત થઇ હતી. દરેક દાતાઓનો આભાર વ્યકત કરવામાં આવેલ. પ્રોગ્રામમાં જયુરી તરીકે અરૂણકુમાર મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઇ મહેતા, વિનોદભાઇ અંબાણી, પ્રદિપભાઇ મુછાળા, એજયુકેશન ચેરમેન હર્ષવર્ધનભાઇ પરીખ, અન્ય સેવાઓમાં અરવિંદભાઇ મહેતા, તંત્રીશ્રી મુકેશભાઇ પારેખ, પ્રવિણભાઇ દોશી, હિતેશભાઇ દોશી, ગુજરાત કમીટી મેમ્બરમાં ટ્રસ્ટી ગીરીશભાઇ શેઠ, ચેરમેન ચીમનભાઇ વટવાવાળા, કમીટી મેમ્બર મનસુખભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, પરમાણંદભાઇ શાહ, રશ્મીનભાઇ મહેતા, પુરૂષોતમભાઇ વડોદરીયાએ સેવા આપી હતી.

(12:01 pm IST)
  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST