Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વાણીયાવાડી પૂજા પાર્કમાં પ્રેમસંબંધ મામલે મારામારીઃ ઉપમન્યુ પંડ્યા, જયદિપ, તેના પિતા વિજયભાઇ રાચ્છ તથા કાકા ભાવેશભાઇને ઇજાઃ સામ-સામી ફરિયાદ

રાજકોટઃ મવડી ૧૫૦ રીંગ રોડ પર  ગોવર્ધન ચોક ઇગલ રેસિડેન્સી એ-૫૯માં રહેતાં ઉપમન્યુ કપિલભાઇ પંડ્યા (ઉ.૨૮)ને વાણીયાવાડી-૪/૬ના ખુણે પૂજા પાર્ક-૨માં જયદિપ વિજયભાઇ રાચ્છ, વિજયભાઇ રાચ્છ, જયદિપના કાકાએ મળી ગાળો દઇ ઝપાઝપી કરી તેમજ એક શખ્સે કપાળે ઉંધી છરી મારી ઇજા કરતાં ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ ઉપમન્યુને  વાતચીત કરવા બોલાવાયો હતો. બાદમાં માથાકુટ થઇ હતી અને હુમલો કરવામાં આવ્યો હતો.

સામા પક્ષે જયદિપ વિજયભાઇ રાચ્છ (ઉ.૨૪)ની ફરિયાદ પરથી ઉપમન્યુ પંડ્યા સામે પણ ગુનો દાખલ કરાયો છે. જયદિપે ફરિયાદમાં જણાવ્યું છે કે તેને આરોપી ઉપમન્યુની બહેન સાથે પ્રેમસંબંધ હોઇ તે બાબતે વાચતીત માટે ભેગા થયા હતાં ત્યારે ઝઘડો થતાં ઉપમન્યુએ તેના મોટરસાઇકલમાંથી ડિસમીસ કાઢી તેને કપાળ ઉપર તેમજ તેના પિતા વિજયભાઇ રાચ્છ અને કાકા ભાવેશભાઇને ઇજા પહોંચાડી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. એએઅસાઇ રવિભાઇએ બંને ફરિયાદમાં વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)