Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રાજકોટ વોર્ડ ન, 13ની પેટાચૂંટણીમાં મંગલભાઈ મુછડિયાએ કોંગ્રેસના ટેકામાં અપક્ષ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

સમાજ માટેની લડતમાં સૌ સાથે મળીને ન્યાય અપાવવા કોંગ્રેસે ખાતરી આપતા ઉમેદવારી પરત લીધી

રાજકોટ મ.ન.પા.વોડૅ નં.13ની પેટા ચુટણીના અપક્ષ ઉમેદવાર તરીકે ફોમૅ ભરેલ મંગલભાઈ માયાભાઈ મુછડીયાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે મંગલભાઈ જેઓની સમાજ માટેની અને સમાજ ઉપયોગી કામ માટેની જે લડત છે તે લડતમા કોંગ્રેસ પક્ષના આગેવાનોએ વચન આપેલ કે તમારી સમાજ માટેની જે લડત છે તેમા અમો સૌ સાથે મળીને ન્યાય અપાવશુ

   કોંગ્રેસની ખાતરી બાદ અપક્ષ ઉમેદવાર મંગલભાઈ માયાભાઈ મુછડીયા કોંગ્રેસ પક્ષના ટેકામા ફોમૅ પરત ખેચેલ છે  આ વેળાએ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપુત તથા.પ્રદેશ ડેલીગેટ સુરેશભાઈ બથવાર.,એસ.સી.સેલના પ્રમુખ નરેશભાઈ સાગઠીયા.વોડૅ.નં 13 ના પવૅ કોપૅરેટર ગીતાબેન કરશનભાઈ મુછડીયા.  તથા કોપૅરેટર રવજીભાઈ ખીમસુરીયા.,પ્રભાતભાઈ ડાંગર.,કરશનભાઈ મુછડીયા ઊગાભાઈ મુછડીયા.ગેલાભાઈ મુછડીયા.,કેશુભાઈ રાઠોઠ.,તથા સમસ્ત એસ.સી.સમાજ ઊપસ્થીત રહ્યા હતા

(6:54 pm IST)