Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રાજકોટ શહેર - જિલ્લામાં WOW બસ શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવશે : વિઝડમ ઓન વ્હિલ્સનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે લીલીઝંડી : ૧૧ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા : સ્વાંત સુખાય યોજના હેઠળ કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા વાઉ બસની અભિનવ પહેલ હાથ ધરાઇ :

રાજકોટ શહેર - જિલ્લામાં વાઉ બસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બાજુમાં મેયર બીનાબેન આચાર્ય - કલેકટર ડો. રાહુલ ગુપ્તા જણાય છે, છેલ્લી તસ્વીરમાં બાળકો સાથે મુખ્યમંત્રી, મેયરશ્રી તથા ધનસુખભાઇ ભંડેરી નજરે પડે છે.

રાજકોટ તા. ૧૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાના ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ફરનારી વિઝડમ ઓન વ્હિલ્સ એટલે કે વાઉ બસને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવતર પહેલરૂપ વાઉ બસ, રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં વસતા શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ફરવાની છે.ઙ્ગ

ઉત્તરાયણના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એરપોર્ટઙ્ગ પરથી સીધા વાઉ બસને નિહાળવા માટે પહોંચ્યા હતા. જયાં તેમણે રિબિન કાપી હતી અને બાદમાં વાઉ બસમાં શિક્ષણ માટે રાખવામાં આવેલી સુવિધાઓને નિહાળી હતી.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ ૧૧ બાળકોને વાઉ કિટ્સ આપી હતી. આ કિટ્સમાં શિક્ષણને લગતા સાધનો રાખવામાં આવ્યા હતા. જે બાળકોને ભણવા માટે ઉપયોગી નિવડે એવા છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રેમપૂર્વક આ બાળકોને ભણીગણી દેશનું નામ રોશન કરવા સમજાવ્યા હતા. એ બાદ મુખ્યમંત્રીશ્રીએ ઝંડી આપીને વાઉ બસને પ્રસ્થાન કરાવ્યું હતું.ઙ્ગ

આ વેળાએ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠિયા, મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય, શ્રીમતી અંજલીબેન રૂપાણી, અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી મેહુલભાઇ રૂપાણી, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશનર શ્રી બી. એન. પાની, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ઙ્ગ

વાઉ બસ

સ્વાંત સુખાય યોજના હેઠળ કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા વાઉ બસની અભિનવ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલી આ બસ રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. સાથે, સરકારની વિવિધ પ્રકારની યોજના અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.ઙ્ગ

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વાંત સુખાય યોજના હેઠળ ડો. રાહુલ ગુપ્તા, કલેકટર-રાજકોટ દ્વારા WoW પ્રોજેકટ લેવામાં આવ્યો છે.

કેવી રીતે કામ કરશે વાઉ બસ ?

WoW પ્રોજેકટ હેઠળ એક ખાસ પ્રકારની બસ પહેલથી જ સર્વે કરવામાં આવેલા વિસ્તારોમાં ફરશે અને ત્યાં જઇ બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવશે. જેથી બાળકમાં શિક્ષણ પ્રત્યેની અભિરૂચિ જાગૃત થાય. બાદમાં બાળકનું તેમની નજીકની શાળામાં નામાંકન કરાવવામાં આવશે. સાથે, બાળકના વાલીઓને પાંચ ઉમદા વિષય (૧) શિક્ષણ, (૨) સ્વાસ્થ્ય, (૩) કૌશલ્ય નિર્માણ, (૪) સ્વચ્છતા અને (૫) સામાજિક જાગૃતિ અંગે ICE (Information, Communication and Education) પ્રવૃત્તિ કરાવવામાં આવશે. સમયાંતરે શેરીનાટકોના પ્રયોગ પણ કરવામાં આવશે. બાળકોને તારામંડળની પણ માહિતી આપવામાં આવશે.ઙ્ગ

વાઉ બસમાં સુવિધા ?

બસમાં વિવિધ પ્રકારની સુવિધા હશે. બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવશે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેકટર, પાંચ લેપટોપ અને એક પીસી, આર્ટસ અને ક્રાફટ્સના સાધનો, વોશબેઝીન, પ્રાથમિક સારવારના સાધનો, સેનટરી નેપકિન વેન્ડિંગ મશીન, લખવા માટે પાટી રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મિટિંગ કરી શકાય એ માટે એક ફોલ્ડિંગ શેડ બનાવવામાં આવ્યો છે. જયાંથી પ્રોજેકટર ઉપર વિવિધ વિષયોની જ્ઞાનવર્ધક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.ઙ્ગ

સ્વચ્છતા અન ે  આરોગ્યનું શિક્ષણ

બાળકોમાં રોજબરોજના જીવનમાં સ્વચ્છતા સારી આદતો કેવી રીતે કેળવી શકાય એનું જ્ઞાન આપવામાં આવશે. બસમાં એક સેનટરી નેપકીન વેન્ડિંગ મશીન પણ રાખવામાં આવી છે. જેમાંથી સેનટરી નેપકીન કોઇ પણ મહિલા સંકોચ વીના મેળવી શકાશે. આ ઉપરાંત મહિલાઓને સેનટરી નેપકીન કેવી રીતે બનાવી શકાય એનું પણ જ્ઞાન આપવામાં આવશે. આવા પરિવારોને ડેડિકેટેડ ખાનગી તબીબોની પેનલ પાસે આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે મેળવી શકાશે. આર્થિક, સામાજિક પ્રવૃત્તિને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવેલા રાજકોટ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં આ બસ ફરશે.ઙ્ગ

કૌશલ્ય વર્ધન

વાઉ બસમાં શિક્ષિત બેરોજગારોને લેપટોપ થકી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. જેમાં યુવાનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપી તેમને પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.

 

(3:54 pm IST)