Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોની પડે એન્ટ્રી... ગીતાબેન રબારીનું ગીત લોન્ચ : રાજકોટના કલાકારોનો અભિનય

રાજકોટ, તા. ૧૫ : સરસ્વતી સ્ટુડિયો દ્વારા સમગ્ર ભારત જેમનો ગર્વ લઈ શકે એવા ગીતાબેન રબારીનું ''કોની પડે એન્ટ્રી'' ગીતને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યુટ્યુબમાં ૪ મિલિયનથી વધુ લોકોએ આ ગીત અત્યાર સુધી જોયુ છે.

આ ગીતમાં રાજકોટના ઈન્સ્ટાગ્રામના કિંગ તરીકે પ્રસિદ્ધ દિવ્યેશભાઈ દુધાત્રા, ડી.જે. દુધાત્રાના મિત્ર જયભાઈ વઢવાણીએ અભિનય કર્યો છે. આમ ગીતાબેન રબારી એ જે ગીતને સ્વર આપે એ ગીત ન તો માત્ર ગીત જ રહે છે પરંતુ એ સુપ્રસિદ્ધ ગીતમાંનુ એક ગીત થઈ જાય છે. ત્યારે આ ગીત માટે ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(4:49 pm IST)