Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મેડીકલેઇસની રકમ વ્યાજ સહિત ચુકવવા ગ્રાહક તકરાર ફોરમનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૧૫: મેડીકલેમની રકમ વ્યાજ સહીત ચુકવવાનો ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

આ કિસ્સામાં ફરિયાદી નરેન્દ્રભાઇ ડોડીયાએ બિમારી સબબ રિસ્ક કવર કરવા ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરેસ કંપનીનો હેપી ફેમેલી ફલોટર પોલિસી ઉતરાવેલ અને પોતે જાતે અને પોતાની ફેમેલીનું મેડીકલેઇમ અંગેનું રીસ્ક કવર કરાવેલ. ત્યારબાદ ફરીયાદીએ સદરહું વિમા પોલીસીનું વખતોવખત પ્રિમીયમ ભરેલ. ત્યારબાદ ફરીયાદીને બિમારી લાગુ પડતાં તેઓએ તાત્કાલીક ડોકટરને બતાવેલ અને ડોકટરએ તેઓને આપેલ સલાહ મુજબ હોસ્પીટલમાં અંદરના દર્દી તરીકે દાખલ થયેલ અને મેડીકલ ટ્રીટમેન્ટ કરાવેલ જે અનુસંધાને ફરીયાદીને થયેલ હોસ્પીટલ ખર્ચ તથા મેડીકલ ખર્ચ અંગે સદર વિમા કંપનીને સમયસર જાણ કરી અને જરૂરી કલેઇમ ફોર્મ અને ડોકયુમેન્ટ રજુ કરી પોતાનો કલેઇમ રજીસ્ટર કરાવેલ. ત્યારબાદ સદર વિમા કંપનીએ ફરીયાદીને ખોટી વિગતો જણાવીને અને પત્ર દ્વારા ફરીયાદીનો કલેઇમ નામંજુર કરાવેલ.

ત્યારબાદ ફરીયાદીએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ વિમા કંપની વિરૂધ્ધ પોતાને થયેલ હોસ્પીટલ ખર્ચ તથા મેડીકલ ખર્ચ રૂ.૩૫,૭૮૯ મેળવવા તેમજ ફરીયાદીને થયેલી માનસીક હેરાનગતી તેમજ ખર્ચની રકમ મળવા ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ નામદાર ફોરમ સમક્ષ ચાલી જતાં ફોરમે ફરીયાદીને ખરી હકીકતે થયેલ હોસ્પીટલ ખર્ચ તથા મેડીકલ ખર્ચ વિગેરે માન્ય રાખી અને વિમા કંપનીએ ફરીયાદીનો કલેઇમ ખોટી રીતે વર્ણવી નામંજુર કરેલાનું સાબીત થતાંનું માનીને ફોરમે ચુકાદામાં સામાવાળા વિમા કંપની ધી ઓરીએન્ટલ ઇન્સ્યો. કાું.લી.એ ફરીયાદીને રૂ.૩૫,૭૮૯ ચુકવવા તેમજ ફરીયાદ દાખલ થયેથી સદર રકમ ઉપર ૬ ટકા પ્રતિ વર્ષ લેખે વ્યાજ સહીતની રકમ દિવસ-૩૦ માં ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ તેમજ ફરીયાદીને થયેલ માનસીક ત્રાસ વિગેરેના રૂ.૨૦૦૦ તથા ફરીયાદ ખર્ચ રૂ.૧૦૦૦ ફરીયાદીને ચુકવવાનો ન્યાયીક હુકમ ફરમાવેલ હતો.

આ કામે ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી કોશીક જી.પોપટ (એડવોકેટ) રોકાયેલા હતા.

(3:51 pm IST)