Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વેપારીઓ પોતાની સુઝ, ગંભીરતા અને અનુભવના આધારે મતદાન કરે : અનુભવી-નિષ્ઠાવાનને ચૂંટે

ચેમ્બરની ચૂંટણી લડતી મહાજન પેનલ શું કહે છે ?

રાજકોટ, તા. ૧પ :.  ચેમ્બરની ચૂંટણી લડતી મહાજન પેનલે એક યાદીમાં જણાવ્યું છે કે, કાલે મતદાનના અવસરે વેપારી-ઉદ્યોગપતી મિત્રોએ પોતાની સુઝ, ગંભીરતા તથા અનુભવના આધારે યોગ્ય મતદાન કરવું જરૂરી છે. આ મતદાનના આધારે રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ માટેના પ્રાણપ્રશ્નો માટે કેવા ઉમેદવારોને જવાબદારી સોંપીએ છીએ તેના પર વેપાર-ઉદ્યોગનું નિતીવિષયક ભાવી અવલંબે છે, તો થોડા પ્રશ્નો વિષે વિચારીએ અને તેના આધારે યોગ્ય મતદાન કરીએ.

૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન સફળ અને ગંભીર કામગીરીને ત્યાર બાદના ટુંકા પણ અતિ વિવાદાસ્પદ કાર્યક્ષમ સો મુલવીએ...

૨૦૧૬-૧૭માં વાઈબ્રન્ટ ૨૦૧૬ના હિસાબે સંસ્થાને ઉચ્ચત્તર પ્રતિષ્ઠા, નાણાંકીય સહાય (લાભ) અને સૌરાષ્ટ્ર તથા રાજકોટના ઉદ્યોગોને દેશ તથા વિદેશમાં હાઈલાઈટ થવાના મોકાનો અવસર ઉભા થવા પાછળ કેવી અનુભવી અને હકારાત્મક અભિગમની દ્રષ્ટિ હતી તે વિષે વિચારીએ... અને જ્યારે આ પુખ્તતા આગેવાનમાં ન હોય ત્યારે સંસ્થાની શું હાલત થઈ શકે છે તે પર વિચારીએ...

વર્ષ ૨૦૧૭-૧૮ના ઓડીટેડ હિસાબોમાં ચેમ્બરે શા માટે નજીવા નફા માટે સભ્યોના ફંડ પેટે આશરે ૧.૫૦ લાખ દંડ પેટે આવકવેરા તરીકે ચૂકવવા પડયા છે તે સમજીએ. વ્યકિતગત મહાત્વાકાંક્ષા ધરાવતા હોદેદારોની અણઆવડત તથા ગંભીરક્ષતીને કારણે થયેલ છે તે વિચારીએ...

રાજ્ય તથા દેશ વિવિધ આર્થિક, સામાજીક તથા કાનૂની પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે મહાજન મંડળની જવાબદારીઓ વેપાર-ઉદ્યોગ પરત્વે ખૂબ જ ગંભીર, સાતત્યપૂર્ણ તથા સચોટ હોવી જોઈએ. ચેમ્બરના પ્રતિનિધિઓ પ્રશ્નો પ્રત્યે નિષ્ઠાવાન અને દ્રષ્ટી ધરાવતા હોવા જોઈએ. જેમનો હેતુ રાજકીય અને વ્યકિતલક્ષી ન હોવો જોઈએ. મતદાન પહેલા ઉપરોકત પ્રશ્નો પર વિચારીએ વેપારી સુઝ તથા ગંભીરતાપૂર્ણ રીતે તેવા પ્રતિનિધિઓને ચૂંટીએ જે જેની પાસે અનુભવ તથા નિષ્ઠા હોય.(

 

(3:37 pm IST)