Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કાલે માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણીઃ ફરી સખિયા-જાડેજા નકકી

રાજકોટ તા. ૧પ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (બેડીયાર્ડ)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની રાા વર્ષની મુદત પૂરી થતા આવતીકાલે સવારે ૧૧ વાગ્યે બાકીના રાા વર્ષ માટે સુકાનીઓ ચુંટવા જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક મળનાર છે. આજે ડીરેકટર્સની અનૌપચારિક બેઠક મળેલ જેમાં નકકી થયા મુજબ હાલના ચેરમેન ડી. કે. સખિયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાને જ ફરી સુકાન સોપાશે. બન્નેની કાલે બિનહરીફ વરણી નિશ્ચિત મનાય છ.ે

(3:34 pm IST)