Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રામરણુજા સોસાયટીમાં રણજીતભાઇ પાસે પુત્રએ પતંગ દોરાના પૈસા માંગી છરી ઝીંકી

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ પર રામરણુજા સોસાયટી-૩માં રહેતાં રણજીતભાઇ અભેસિંહભાઇ ડાભી (ઉ.૫૦)ને તેના પુત્ર જયપાલે સંક્રાંતીને દિવસે ઝઘડો કરી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી છાતી ઉપર અને વાંસાના ભાગે એમ ત્રણ જગ્યાએ છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજીડેમના હેડકોન્સ. જે. પી. નિમાવતે  રણજીતભાઇની ફરિયાદ પરથી તેના પુત્ર જયપાલ સામે ગુનો નોંધ્યો છે. જયપાલે પિતા રણજીતભાઇ પાસે પતંગ દોરા લેવા પૈસા માંગતા રણજીતભાઇએ ના પાડતાં પુત્રએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

(3:30 pm IST)