Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વોર્ડ નં. ૧૩માં ભાજપની બેઠકઃ સ્વામીનારાયણ ચોકમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન

રાજકોટઃ મહાનગરના વોર્ડ નં. ૧૩માં આગામી તા.૨૭ના પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન રામાણીનો વિજય થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડમાં ડોર-ટૂ-ડોર લોકસંપર્ક અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની વિકાસની પત્રીકાઓ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. પ્રચારકાર્યને વધુ વેગવંતુ બનાવવા વોર્ડ નં.૧૩ પેટાચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સ્વામીનારાયણ ચોક ખાતે થનાર હોય તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષસ્થાને અને ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, કાશ્મીરાબેન નથવાણી, પ્રફુલભાઇ કાથરોટીયા, દીવ્યરાજસિહ ગોહીલ, રાજુભાઇ બોરીચા, સુરેન્દ્રસિંહ વાળા, અશ્વીન મોલીયા, હરીભાઇ ડાંગર, જયાબેન ડાંગર, હસુભાઇ ચોવટીયા, યોગેશ ભુવા, દલસુખ જાગાણી, અજય પરમાર સહીતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશાળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકનું સંચાલન ઝોન મહામંત્રી જીતુભાઇ કોઠારીએ કર્યુ હતુંે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નિતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ સહીતનાએ પ્રાશંગિક ઉદબોધન કર્યુ હતું. બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ તથા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ વોર્ડ નં. ૧૩ ભાજપ પરિવારે સંભાળી હતી.

(3:27 pm IST)