Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યે જય આદિનાથના નાદે ૩૫૧ વર્ષીતપના પારણા સંપન્ન

દિક્ષાર્થી મોનાલીબેનની માળારોપણ વિધી- વિદાયમાન-સાંજી યોજાઈઃ કાલે વર્ષીદાન શોભાયાત્રા- કોળીયા વિધિઃ ગુરૂવારે મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા

રાજકોટ,તા.૧૫: ગોંડલ સંપ્રદાયના જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામીજી શતાબ્દી ઉપલક્ષે પૂ.શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત સાધ્વીજી  પૂ.પદ્માજી મ.સ.ની વર્ધમાનતપની ઓળી (૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ) અને ૩૫૧ વર્ષીતપનો  ઈક્ષુરસ પાન મહોત્સવ પ્રસંગે તા.૧૨ના માતુશ્રી હંસાબેન રતિલાલ શાહ (ગોંડલવાળા) પરિવારના શ્રીમતી કિરણ રજનીકાંત શાહ પ્રેરિત તપસ્વીઓની શોભાયાત્રા નવકારશી, અતિથિ સત્કારનું આયોજન તેમજ બપોરે સાંજીમાં ૧૫૦૦થી વધુ ભાવિકો જોડાયા હતા.

જયારે મહોત્સવના મુખ્ય લાભાર્થી સમરતબેન પ્રભુલાલ મહેતા પરિવારના જગદીશ અને રેણુ મહેતા (અમેરીકા)એ પૂ.પદ્માજી મ.સ. તેમજ વર્ષીતપ આરાધક મહાસતીજીઓને કાંબલી વહોરાવી સવાયો લાભ લીધેલ. તિલક વિધિનો લાભ દિલેશભાઈ ભાયાણીએ લીધેલ.

તા.૧૩ના સવારે આદિનાથ નગરી (અમીન માર્ગ)માં જય આદિનાથના નાદે રંજનબેન જે.પટેલે સહુ પ્રથમ ઈક્ષુરસ જગદીશ મહેતાને અર્પણ કર્યા બાદ સમૂહ પારણાનો પ્રારંભ થયેલ. શય્યાદાન કલશનો ડો.ચંદ્રા અને મહેન્દ્ર વારીઆ તથા પૂ.હંસાબાઈ મ.સ.આલેખિત 'સમાધિ સુમન' પુસ્તકની વિમોચન વિધિનો લાભ નીરજભાઈ અને અમીશાબેન વોરાએ લીધેલ.

તપસ્વીઓનું બહુમાન અમીશા નીરજ વોરા, કમળાબેન શામળદાસ મહેતા, નિર્મળાબેન ગીરધરલાલ ગાંધી પરિવાર, મુકતાબેન મહેતા, કુસુમબેન અજમેરા વગેરે તેમજ તપોત્સવનો રમીલાબેન બેનાણી, હેમલતાબેન લાઠીયા, ડો.હર્ષદ અને ચેતના સંઘવી, શોભનાબેન વિરાણી, અનિલભાઈ વિરાણી, મનહર અને મુકતા પારેખ, ઉર્મિલા પ્રફુલ વોરા, મંજુલા બોટાદરા વગેરેએ લાભ લીધેલ. હજારો ભાવિકોએ પારણાની વ્યવસ્થાને બિરદાવી હતી. આબાલ- વૃધ્ધ તપસ્વીઓના ૧૪- ૧૪ મહિનાના વર્ષીતપને સહુએ વંદન કરેલ.

શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ.નો ૮૭મા જન્મદિન નિમિતે ૮૭૦૦ રૂપિયાના કૂપનમાં ઘણાં દાતાઓ જોડાયા હતા. પૂ.સુશાંતમુનિ મ.સા. તથા મધુરવકતા પૂ.સ્મિતાજી મ.સ.આદિ, બોટાદના પૂ.ભારતીજી મ.સ., પૂ.વીણાજી મ.સ., પૂ.ભવ્યાંશીજી મ.સ.વગેરેએ તપસ્વીઓને સુપાત્રદાનનો લાભ આપેલ.

આજે તા.૧૫ના દીક્ષાર્થી કુ.મોનાલીબેનની માળારોપણ વિધિ અને વિદાયમાન તેમજ બપોરે દીક્ષા સાંજીનું આદિનાથનગરીમાં આયોજન કરાયું છે.

તા.૧૬ને બુધવારે સવારે ૭:૧૫ થી ૮:૧૫ કલાકે સમર્થ ટાવર, અક્ષરમાર્ગ ખાતે સમરતબેન ભીમજી બદાણી પરિવારના ઈન્દુભાઈ બદાણીના નિવાસેથી વર્ષીદાન શોભાયાત્રાનો ૮:૩૦ કલાકે પ્રારંભ અને આદિનાથનગરીમાં શોભાયાત્રા પૂર્ણ થયા બાદ દીક્ષાર્થીના વરદ્ હસ્તે વર્ષીદાનનો લાભ તેમજ બપોરે ૩ કલાકે કોળિયાવિધિ યોજાશે.

તા.૧૭ને ગુરૂવારે સવારે ૭:૧૫ થી ૮:૧૫ માતુશ્રી રમીલાબેન હરકીશન બેનાણી પરિવારના નિવાસે રાજપથ, પંચવટી મેઈન રોડ ખાતે નવકારશી બાદ મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા નૂતનનગર, પૂ.ઈન્દુબાઈ મ.સ.ચોક થઈ ડુંગર દરબાર, પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે ૯:૩૧ કલાકેથી દીક્ષાવિધિનો પ્રારંભ થશે.આ પ્રસંગે દીક્ષા પ્રદાતા પૂ.શ્રી ધીરૂગુરૂદેવ એવં પૂ.શ્રી સુશાંત મુનિ મ.સા., પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. આદિ તથા જશ- ઉત્તમ- પ્રાણ- સંઘાણી અને બોટાદ સંપ્રદાયના સંત- સતીજીઓ બિરાજશે.

દીક્ષા મહોત્સવનો લાભ લેવા અમેરીકાથી જગદીશ અને રેણુ મહેતા, ડો.ચંદ્રા વારીઆ, જયંત કામદાર, ડો.હર્ષદ સંઘવી, જીતેન્દ્ર ઘેલાણી, ડો.પ્રભુદાસ લાખાણી તેમજ લંડનથી જગદીશ મહેતા, દારેસલામ વાળા જે.એમ.પટેલ, મસ્કતના શોભા વાધર, કિશોર મણિયાર વગેરે અનેક ભાવિકો પધાર્યા છે. વધુ વિગત માટે ૭૦૪૮૫ ૮૮૫૮૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૪)

કુટુંબ સભા કરો અને

એકબીજાને સમજો

મનનું મૂકો...

હું રિસાયો...

તમે પણ રિસાયા...

તો પછી આપણને મનાવશે કોણ?

આજે તિરાડ છે..

કાલે ખાઈ બની જશે

તો પછી તેને ભરશે કોણ ?

હું મૌન...

તમે પણ મૌન...

તો પછી આ મૌન ને તોડશે કોણ ?

નાની નાની વાતોને દિલથી લગાવીશું..

તો પછી સંબધ નિભાવશે કોણ ?

છુટા પડીને દુઃખી હું

અને દુઃખી તમે પણ,

તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?

ના હું રાજી..

ના તમે રાજી..

તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ?

યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે..

આપણને ધૈર્ય આપશે કોણ ?

એક અહં મારો...

એક તારી અંદર પણ..

તો પછી આ અહં ને હરાવશે કોણ ?

જિંદગી કોને મળી છે હંમેશ માટે..

તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?

આપણા બન્નેનાં મરી ગયા પછી...

આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?

એટલે જ

એકબીજાનું માન રાખો...

ભૂલોને ભૂલી જાવ..

ઈગો ને એવોઇડ કરો.

જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.

વિનંતિ : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.

આના માટે કુટુંબ સભા કરવી જોઈએ.

(3:25 pm IST)