Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ દ્વારા 'મહિલા રમતોત્સવ'નું આયોજન

રાજકોટ તા. ૧૫ : રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ દ્વારા રઘુવંશી બહેનો માટે સૌપ્રથમવાર 'મહિલા રમતોત્સવ'નું આયોજન કરાયુ છે.

આ અંગે બહેનોએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે તા. ૩ ના રવિવારે બપોરે ૩ થી ૬ અમથીબા સ્કુલ, ગાંધીગ્રામ ખાતે ખાસ બહેનો માટે રમત ગમત ઉત્સવ યોજેલ છે.

જેમાં ૫૦ મીટર દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, સ્ટીક બેલેન્સ, મ્યુઝીક ચેર જેવી રમતો રમાડવામાં આવશે. દરેક રમતના પ્રથમ, દ્વીતીય, તૃતીયને શિલ્ડ તેમજ આકર્ષક ઇનામો અપાશે.

રઘુવંશી મહીલા રમતોત્સવ માટે સંસ્થાના સ્થાપક પ્રમુખ ઇન્દુબેન શીંગાળા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મંત્રી રીટાબેન જોબનપુત્રા (કોટક) નું માર્ગદર્શન મળી રહ્યુ છે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે કમલાબેન ભાગ્યોદય મો.૯૪૨૭૪ ૧૦૦૦૭ અને સોનલબેન જોબનપુત્રા મો.૯૮૭૯૭ ૩૯૫૧૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર મહીલા રમતોત્સવની 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના પ્રમુખ કમલાબેન ભાગ્યોદય, મંત્રી સોનલબેન જોબનપુત્રા, કલ્પનાબેન પોપટ, જાગૃતિબેન માણેક, કરૂણાબેન સોમૈયા, અંજનાબેન હિન્ડોચા, જીજ્ઞાબેન કેશરીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:25 pm IST)
  • ઓડિસા : 14 વર્ષની સગીરાંથી છાત્રાવાસમાં જન્મેલ નવજાતનું મૃત્યુ ;પ્રિન્સિપાલ સહીત ચાર સસ્પેન્ડ : સગીરાનો આરોપ હતો કે તેણીને અને તેના નવજાતને છાત્રાલયમાંથી બહાર કાઢી મુક્યા હતા તેને એક જંગલમાં શરણ લીધું હતું :ઓડિસાના કંધમાલ જિલ્લામાં એક આદિવાસી આવાસીય વિદ્યાલયના છાત્રાવાસમાં 14 વર્ષની એક કિશોરીને જન્મેલ નવજાત શિશુનો મોટ થતા ચકચાર ;આઠમાં ધોરણની છાત્રાએ એક નવજાતને જન્મ આપ્યો હતો access_time 12:27 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈમેલ કરીને પુત્રીનું અપહરણની ધમકી આપનાર આરોપી ઝડપાયો : છેલ્લા એક વર્ષથી દિલ્હી રહેતો આરોપી ઈમેલ કર્યા બાદ મૂળ યુપીના રાયબરેલીમાં પોતાની બહેનનો ઇલાજ કરવા નીકળી ગયો હતો :પોતાના માનસિક રોગનો ઉત્તમ ઈલાજ કરાવવા ઉચ્ચપદસ્થ લોકોનું ધ્યાન ખેંચવા ઈમલ કર્યાનું કથન access_time 1:30 am IST

  • ભારતની ક્રિકેટ ટીમમાંથી સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલએ બિનશરતી માફી માંગી : કરણ જોહરના ટીવી શોમાં મહિલાઓ વિષે અભદ્ર કોમેન્ટ કરી હતી : માફી માંગ્યા પછી પણ આ મામલે તપાસ માટે લોકપાલની નિમણુંક કરવા બોર્ડની વિશેષ બેઠક બોલાવાશે access_time 12:38 pm IST